હિંદુ ધર્મમાં કેળાના ઝાડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેથી કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. માંગલિક કાર્યોમાં પણ કેળાના પાન અને કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે જો કોઈ ભકત ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરે છે, તેથી તેને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. કેળાના ઝાડની પૂજા કરવાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે.
એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે. ગુરુવારના દિવસે કેળાના ઝાડની પુજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તે ભક્તોને સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે. કેળાના ઝાડને શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
જો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય અને તમારું લગ્નજીવનમાં મુશ્કેલી આવતી હોય તો તમારે કોઈ પણ જ્યોતિષની સલાહ લઈને ગુરુદેવનું વ્રત રાખવું જોઈએ અને કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. તેનાથી કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત થશે, અને લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે.
ભગવાન વિષ્ણુ પીળા વસ્ત્રો પહેરે છે. તેથી તેને ‘પીતામ્બર ધારી’ પણ કહેવામાં આવે છે. ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને કેળાના ઝાડમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.
ગુરુવારના દિવસે વાળ ધોવા ન જોઈએ,અને તે દિવસે સાબુ કે શેમ્પૂનો ઉપયોગ કરવો ન જોઈએ. ગુરુવારે રોજની સફાઇ સિવાય અન્ય સફાઈ ન કરવી જોઈએ. ગુરુવારે કાળી ગાયને પીળો લાડુ ખવડાવવો જોઈએ, તેનાથી પૈસામાં વધારો થાય છે. તેનાથી સંપત્તિના વિવાદથી પણ છૂટકારો મળે છે.