જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુવારના દિવસને દેવગુરુ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે અને ધાર્મિક માન્યતા મુજબ દેવગુરુ બૃહસ્પતિ તમામ દેવતાઓના ગુરુ છે. દેવ ગુરુ બૃહસ્પતિ તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે. કુંડળીમાં ગુરુ ગ્રહ દોષ હોવાને કારણે તમારા લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવે છે. આ સમયે ભાગ્ય સાથ નથી આપતું. જો તમારા વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે, તો તમારે ગુરુવારે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખિત કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપયો કરવાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે. આ સાથે, આ ઉપાયો સંતાન સંબધિત સમસ્યાઓ પણ દૂર કરશે. તો ચાલો જાણીએ ગુરુવારે કયા ઉપાયો કરવા જોઈએ…
ગુરુવારે પૂજામાં પીળા રંગના ફૂલો, ચણાની દાળ, પીળા રંગના કપડા અને પીળા ચંદનનો ચાંદલો કરવો જોઈએ. ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવા અને ભગવાનને પીળા રંગના ફૂલો ચઢાવવા જોઈએ.
ગુરુવારે ભોજનમાં ચણાની દાળનો ઉપયોગ કરવો જોઈએ અને મીઠું ન ખાવું જોઈએ. જો શક્ય હોય તો, ગુરુવારે એક જ ટકનું ભોજન કરવું જોઈએ.
ગુરુવારે પૂજા કર્યા પછી ગુરુદેવની વ્રત કથા સાંભળવી જોઈએ. આ વ્રત કથાથી દેવ ગુરુ બૃહસ્પતિ પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
ગુરુવારના દિવસે કોઈપણ વ્યક્તિ ઉપવાસ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વ્રત મહિલાઓ માટે ખુબ જ શુભ છે. આનાથી સંતાન સંબધિત સમસ્યાઓ દૂર થાય છે.
ગુરુવારના દિવસે મંદિરમાં ચણાની દાળ અને કેસરનું દાન કરવું જોઈએ. આ ઉપાય તમારી કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત બનાવશે.
ગુરુવારે કપાળ ઉપર ચંદનનું તિલક કરવું જોઈએ. આનાથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે. આમ કરવાથી વિવાહિત જીવનમાં શાંતિ અને સુખ આવે છે.
ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે, તેથી ગુરુવારે કેળા ખાવા જોઈએ નહીં. ધાર્મિક માન્યતા અનુસાર કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને ગુરુવારનો દિવસ વિષ્ણુને સમર્પિત છે. તેથી ગુરુવારે કેળા ખાવા જોઈએ નહીં.