ઉંમર સાથે માનવના હાડકાંઓ પણ નબળા પડે છે. હાડકા નબળા પડવાથી લોકોએ સરળતાથી બધું જ કામ કરી શકતા નથી. કેટલાક લોકોને હાડકાં ખૂબ જ નબળા પડી ગયા હોય છે, અને આ સ્થિતિને ‘ઑસ્ટિઓપોરોસિસ’ કહે છે. આને લીધે હાડકાંનું ફ્રેક્ચર પણ થઈ શકે છે અને કેટલીકવાર હાડકાં એટલા નબળા થઈ જાય છે કે પડી જવાને કારણે પણ હાડકા તૂટી જાય છે. કેલ્શિયમની યોગ્ય માત્રા ન લેવાને કારણે ઑસ્ટિઓપોરોસિસ થઈ શકે છે. ઉપરાંત, અન્ય પોષક તત્ત્વોના અભાવને કારણે પણ હાડકામાં નબળાઇ આવે છે. ચાલો જાણીએ હાડકાંને મજબૂત કરવા માટેના કેટલાક ઘરેલું ઉપાય વિશે…
1) સફરજન :- દરરોજ એક સફરજન ખાવાથી ઑસ્ટીયોપોરોસિસની સમસ્યાથી બચી શકાય છે. ખરેખર, સફરજનમાં પોલિફેનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. છાલ સાથે સફરજન ખાવાથી હાડકાઓ મજબૂત થાય છે.
2) તલ :- તમારા આહારમાં તલનું સેવન કરવું જોઈએ. તલ એ ઑસ્ટીયોપોરોસિસને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તલમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે રોજ એક મુઠ્ઠી શેકેલા સફેદ તલનું સેવન કરી શકો છો. તમે તેને ગરમ દૂધમાં ઉમેરીને પણ પીઈ શકો છો.
3) અનાનસ :- અનાનસમાં મેંગેનીઝ હોય છે, જે ઑસ્ટીયોપોરોસિસને રોકવામાં મદદ કરે છે. ખરેખર, શરીરમાં મેંગેનીઝનના અભાવને કારણે સાંધાનો દુખાવો અને હાડકાંમાં નબળાઈ જેવી સમસ્યાઓ થાય છે. તેથી ખોરાક લેતા પહેલા, રોજ એક નાનો વાટકો અનાનસનું સેવન કરવું જોઈએ. તમે દરરોજ એક ગ્લાસ અનાનસનો રસ પણ પીઈ શકો છો. અનાનસ ખાવાથી હાડકાઓ મજબૂત બને છે.
4) માછલીનું તેલ :- જો તમે માંસાહારી હોવ તો, તો તમારે માછલીનું તેલ પીવું જોઈએ. એક સંશોધન મુજબ માછલીના તેલમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ્સ હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવે છે. જો કે, માછલીના તેલનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી, તેને તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.