Homeજીવન શૈલીપેટ્રોલિયમ જેલી વાળ માટે છે ખુબજ ઉપયોગી, આ વાંચીને તમે કહેશો કે...

પેટ્રોલિયમ જેલી વાળ માટે છે ખુબજ ઉપયોગી, આ વાંચીને તમે કહેશો કે પહેલા કેમ ન કહ્યું..

જેમ જેમ શિયાળો આવે છે, ત્વચા અને વાળ પર ઠંડા પવનની અસર જરૂર થાય છે. આવી સ્થિતિમાં, પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીને ત્વચા અને વાળ બંનેની સંભાળ લેવામાં આવી શકે છે. દેખીતી રીતે જ તમને સવાલ થશે કે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે તો તેનો ઉપયોગ વાળ પર કેવી રીતે થઈ શકે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે પેટ્રોલિયમ જેલી વાળની સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. એટલું જ નહીં, પેટ્રોલિયમ જેલી સાથે જોડાયેલી ઘણી ટિપ્સ છે જે તમારા વાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ત્વચા સિવાય તમે તમારા વાળ પર પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ટૂંકા વાળની જાળવણીમાં મદદરૂપ છે:- સામાન્ય રીતે દરેકના કપાળ પરના વાળના ભાગની નજીક ટૂંકા વાળ હોય છે. વાળ ગમે એટલી સારી રીતે ઓળીએ તો પણ આ ટૂંકા વાળ પકડમાં આવતા નથી અને તેની જાળવણી કરવી ખૂબ મુશ્કેલ છે. ટૂંકી લંબાઈને લીધે આ વાળ પર તમે કોઈ પણ પ્રકારની ક્લિપ્સનો ઉપયોગ કરી શકાતા નથી.

આ કિસ્સામાં, તેઓ હેરસ્ટાઇલ બગાડે છે અને સાથે સાથે તમારો દેખાવ પણ બગાડે છે. તમે આ નાના વાળને પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીને અન્ય વાળ સાથે પેસ્ટ કરી શકો છો. આ માટે તમારે તમારા કાંસકામાં થોડી પેટ્રોલિયમ જેલી લગાવવી પડશે અને ત્યારબાદ એ કાંસકાથી વાળ ઓળવવા પડશે. આનાથી ટૂંકા વાળ અન્ય વાળની સાથે ચોંટી રહે છે.

વાળ પર કલર કરીએ ત્યારે ચામડીને રંગથી બચાવે છે:- જ્યારે પણ વાળ પર રંગ લગાડીએ છીએ ત્યારે કપાળ અને કાન પર પણ થોડો રંગ લાગી જતો હોય છે. ઘણી વખત આ રંગ એટલો પાક્કો હોય છે કે તેને શેમ્પૂથી વારંવાર ધોવાથી પણ નથી જતો. આવી સ્થિતિમાં, તમારા વાળ તો કાળા થઈ જશે, પરંતુ વાળના કલરનો ત્વચા પરનો ડાઘ તમારી સુંદરતાને ઓછી કરે છે.

જો તમે ઇચ્છો છો કે વાળમાં સારી રીતે કલર થાય અને ચામડીની ત્વચા પર રંગના કોઈ ડાઘાઓ ન દેખાય, તો રંગ લગાવતા પહેલા કાન અને કપાળ પર થોડી પેટ્રોલિયમ જેલી લગાવો. જેલી લગાડેલી હોય અને તેના પર તમે કલર લગાવો તો પણ એકવાર શેમ્પૂથી ધોવાથી સાફ થઈ જશે.

પેટ્રોલિયમ જેલીથી બનાવો મસ્કરા:- તમને બજારમાં ઘણી બ્રાન્ડ્સમાં પારદર્શક મસ્કરા મળશે. પરંતુ જો તમે મસ્કરા ખરીદવા માટે તમારા પૈસા ખર્ચવા માંગતા નથી, તો પછી તમે મસ્કરા તરીકે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમારી આંખો મોટી અને સુંદર દેખાશે અને સારી બાબત એ છે કે પાંપણની વૃદ્ધિ પણ સારી રીતે થાય છે.

તેનો ઉપયોગ હેર જેલની જેમ કરો:- તમે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ હેર જેલ તરીકે પણ કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે પેટ્રોલિયમ જેલીથી હેર સ્પ્રે બનાવીને વાળ પણ સેટ કરી શકો છો. આ માટે તમારે આ રીત અપનાવવી જોઈએ.

સામગ્રી:-

1 ચમચી પેટ્રોલિયમ જેલી

1 ચમચી એલોવેરા જેલ

2 ચમચી ગુલાબજળ

1 ચમચી લીંબુનો રસ

રીત:- આ બધી સામગ્રીને એક બાઉલમાં બરાબર મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી દો. આ પછી, જ્યારે પણ તમને વાળ ઓળવાની જરૂરિયાત લાગે ત્યારે તમે આ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.

વાળ માટે માસ્ક:- શિયાળામાં, વાળ વધુ ને વધુ શુષ્ક બની જતા હોય છે, વાળને શુષ્ક થતા બચાવવા માટે તમારે પેટ્રોલિયમ જેલીથી બનેલા વાળનો માસ્ક લગાડવો જોઈએ. પરંતુ વાળનો આ માસ્ક ફક્ત વાળની લંબાઈ પર જ લગાવો. તેને વાળના મૂળિયા પર લગાડવો નહી. વાળ માટે માસ્ક બનાવાની રીત નીચે મુજબ છે.

સામગ્રી:-

1 ચમચી નાળિયેર તેલ

1 ચમચી એલોવેરા જેલ

1 ચમચી પેટ્રોલિયમ જેલી

1 વિટામિન-ઇ કેપ્સ્યુલ

રીત:- એક બાઉલમાં ચારેય વસ્તુઓ નાંખો અને બરાબર મિક્ષ કરી લો. આ પેસ્ટને વાળની લંબાઈ પર સારી રીતે લગાવો અને 30 મિનિટ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. જો વાળ સારી રીતે ધોવાતા નથી, તો તેને ફરીથી શેમ્પૂથી ધોઈ લો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય, તો શેર કરો અને તેને લાઈક કરો અને વધુ બ્યુટી હેક્સ વાંચવા માટે અમારા ફેસબુક પેજ સાથે કનેક્ટ થાઓ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments