Homeખબરસુરતવાસીઓને દિવાળી ગીફ્ટ, 8મી નવેમ્બરથી હજીરાથી ભાવનગર સુધી રો-પેક્સ ફેરી શરૂ થશે,...

સુરતવાસીઓને દિવાળી ગીફ્ટ, 8મી નવેમ્બરથી હજીરાથી ભાવનગર સુધી રો-પેક્સ ફેરી શરૂ થશે, જાણો કેટલી ટિકિટ છે.

સી પ્લેન બાદ ગુજરાતીઓને પ્રધાનમંત્રી મોદી વધુ એક દિવાળી ભેટ આપવા જઇ રહ્યા છે. 8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. જોકે આ સેવાથી સુરતમાં વસતા 20 લાખ સૌરાષ્ટ્રવાસીઓને સીધો લાભ થશે અને 400 કિલોમીટરનું અંતર માત્ર 60 કિમી સુધીનું સિમિત થઇ જશે.

કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ એક પ્રેસ કોન્ફરસમાં જણાવ્યું કે, સુરત અને સૌરાષ્ટ્રના નાગરિકોને ફાયદો થવાની સાથે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના ઉદ્યોગોને મોટો લાભ થશે. લોજીસ્ટિક કોસ્ટમાં ઉદ્યોગોને મોટો ફાયદો થશે, આવો આપણે જાણીએ શું કહ્યું કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ રવિવારે કહ્યું હતું કે રોપ એકસ શરૂ થવાથી દરિયાઈ માર્ગ દ્વારા બંને સ્થાનો વચ્ચેનો ૩૭૦ કિલોમીટરનો માર્ગ ૬૦ કિ.મી.નો થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિત બે સ્થળો વચ્ચે મુસાફરો અને ભારે વાહનો લઇ જવા માટે મોદી 8 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે રોપેક્સ સેવાને રવાના કરશે.

રોપપેક્સની આ એક ફેરીમાં વાહન સાથે ૫૫૦ મુસાફરો, ૩૦ ટ્રક, સાત નાના ટ્રક અને ૧૦૦ ટુ-વ્હીલર એક જ મુસાફરીમાં લઈ શકે છે. આ સેવા 12 મહિના સુધી ચાલુ રહેશે અને દરિયામાં ભરતી હોય કે ચોમાસામાં વરસાદ હોય આ ફેરી ચાલુ રહેશે.

આ ફેરી સર્વિસમાં ટિકિટનો દર ટ્રક માટે ૭૫૦૦/- રૂપિયા, નાના ટ્રક માટે ૫૦૦૦/- અને ટ્રેમ્પો ટ્રાવેલર માટે ૪૦૦૦/- રૂપિયા, જ્યારે કાર માટે ૧૨૦૦/- રૂપિયા અને બાઈક માટે ૩૫૦/- રૂપિયા અને વ્યક્તિ દિઠ જનરલ કલાસ માટે ૮૦૦/- રૂપિયા અને એક્સક્લીઝવ કલાસ માટે ૧૨૦૦/- રૂપિયા રાખવામાં આવ્યો છે અને

તેનું બુકિંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે, પણ વેબસાઈટ પર કોઈ પણ બુકિંગ થઈ નથી રહ્યું, હવે એ વેબસાઈટની ખામી ગણો કે જે ગણો તે પણ બરાબર દિવાળીના સમયે સરકારે સુરતવાસીઓને આ ભેટ આપી છે.

તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો અને દેશ-દુનિયાની વધુ માહિતી મેળવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ અને મેળવો દરેક ખબર આપના મોબાઈલમાં સહુથી પહેલા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments