ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીની સાધના અત્યંત સરળ તેમજ સુગમ છે કારણ કે તે બાળ બ્રહ્મચારી હતાં. એટલા માટે તેમની સાધના કરતા સમય બ્રહ્મચારી વ્રત અવશ્ય કરવું જોઈએ. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે.
પૂજામાં અવશ્ય હોય આ સામગ્રી
હનુમાનજીની પૂજા કરતા સમય લાલ આસાન, લાલ પુષ્પ, કેસી સિંદૂર, ચમેલીનું તેલ, દેસી ઘીથી બનાવેલા લાડ્ડુ અથવા દેસી ઘીનો ચૂરમા તેમને ખૂબ પ્રિય છે. કોઈ પ્રકારના દુ:ખ અને સંકટમાં હનુમાનજીના શરણમાં આવવાથી તમામ ગ્રહોનો ક્રૂર પ્રભાવ સ્વયં જ દૂર થઈ જાય છે. હનુમાનજીની ઉપાસના જો ભક્તિ, શ્રદ્ધા સમર્પણ તેમજ સંલગ્નતાથી કરવામાં આવે તો તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
માનસિક તણાવ થાય છે દૂર
માનસિક રૂપથી અસ્વસ્થ વ્યક્તિની સેવા મહિનામાં કોઈપણ એક મંગળવારે કરવાથી તમારૂ માનસિક તણાવ હંમેશા માટે દૂર થઈ જશે. વર્ષમાં એકવાર મંગળવારે તમારા લોહીનું દાન કરવાથી તમે હંમેશા માટે દુર્ઘટનાઓથી બચ્યાં રહેશો.
દુશ્મનોથી મળે છે મુક્તિ
વ્યાપાર વૃદ્ધિ માટે મંગળવારે સિંદૂરી રંગની લંગોટ હનુમાનજીને પહેરાવો. મંદિરની છત પર લગાવો લાલ ધ્વજ અને આકસ્મિક સંકટોથી મુક્તિ મેળવો. તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદર કાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો.
રોગોથી મળે છે મુક્તિ
મંગળવારે હનુમાનજીનું વ્રત કરવાથી રોગી રોગમુક્ત,પુત્રવાન, તેમજ ધન પ્રાપ્ત કરે છે. હનુમાન વ્રત તેર ગાંઠ વાળી દોરાને ગળું અથવા જમણી ભુજામાં ધારણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.