Homeજીવન શૈલીરોજ હસવાથી થાય છે આ પાંચ ફાયદાઓ, વાંચી લેજો નહીંતર થશે અફસોસ

રોજ હસવાથી થાય છે આ પાંચ ફાયદાઓ, વાંચી લેજો નહીંતર થશે અફસોસ

આજકાલનું દોડાદોડી વાળું જીવન, ઉપરથી કામનું દબાણ, આપણામાંથી ઘણા લોકોને યાદ પણ નથી હોતું કે છેલ્લી વાર  ખીલખીલાટ ક્યારે હસ્યાં હતા? જ્યારે હસવું આપણા બધા માટે ખૂબ મહત્વનું છે, પરંતુ આપણે તેને અવગણીએ છીએ. મિત્રો હસવાથી આપણું જીવન કેવી રીતે સ્વસ્થ અને સુખી કરી શકાય છે તે વિશે થોડી માહિતી શેર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, જો તમને આ પોસ્ટ ગમે તો તમે ચોક્કસ હસજો. તો ચાલો જાણીએ હસવાના પાંચ ફાયદા:

1) હસવાથી હૃદયને કસરત મળે છે. લોહીનું પરિભ્રમણ સારું થાય છે. હસવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું તત્ત્વ ઉત્પન્ન થાય છે,  આ તત્ત્વ હૃદય ને મજબૂત બનાવે છે. હસવાથી હાર્ટ એટેકની સંભાવના ઓછી થઇ જાય છે.

2) સંશોધન મુજબ હસવાથી, ઓક્સિજનની હાજરીમાં કેન્સરના કોષો અને ઘણા પ્રકારના હાનિકારક બેક્ટેરિયા અને વાયરસનો નાશ થાય છે. હસવાથી ઓક્સિજન વધુ પ્રમાણમાં મળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

3) જો તમે સવારે હાસ્ય ધ્યાન યોગા કરો છો, તો દિવસભર પ્રસન્ન રહો છો. જો આ યોગા રાત્રે કરવામાં આવે તો નિંદર સારી આવે છે. હાસ્ય યોગ આપણા શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સનું સ્ત્રાવ કરે છે, જે ડાયાબિટીઝ, પીઠનો દુખાવો અને તાણથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે.

4) હસવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે, સારી સવારથી ઓફિસનું વાતાવરણ પણ સુખદ હોય છે. તો મિત્રો, આપણે બધા સાથે મળી બે-ચાર ટુચકાઓ વાંચ્યા કે સાંભળ્યા પછી જોરથી હસીને આપણા દિવસની શરૂઆત કરીયે..

5) રોજ એક કલાક હસવું એ 400 કેલરી બાળે  છે, જેના કારણે મોટાપણું પણ નિયંત્રણમાં રહે છે. આજકાલ, ઘણી હાસ્ય ક્લબો દ્વારા તણાવપૂર્ણ જીવનને દૂર કરવા માટે કામ કરી રહી છે.

મિત્રો, પ્રકૃતિ પણ આપણને સંદેશ આપે છે – વરસાદ પછી સૂર્યનો પ્રકાશ કેવો ખીલે છે, 

ફૂલો ખીલે છે, લીલાછમ ઝાડ પણ તેમની ખુશી વ્યક્ત કરે છે. તેમના આ આનંદને જોઈને, આપણું મન પણ આનંદિત થઇ જાય છે, એ જ રીતે જ્યારે આપણે બધા ખુશ અને સ્વસ્થ રહીશું, તો આપણી આસપાસનું વાતાવરણ પણ આનંદિત કરી શકીએ છીએ.એટલા માટે કહેવાય છે કે, “Health is above wealth”.

વિચારો કે જો થોડુંક હસવાથી ફોટો સારો આવી શકતો હોય, તો ખુલ્લેઆમ હસવાથી જીવન કેટલું સુંદર બની શકે છે. મિત્રો, જ્યારે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે હાસ્યના અસંખ્ય ફાયદાઓ હોય છે, ત્યારે હસવું સ્વાભાવિક છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments