Homeઅજબ-ગજબકૃત્રિમ પગ આપીને મનુષ્ય બદલી હાથીની કિસ્મત, હાથી આ રીતે ચાલવા લાગ્યો,...

કૃત્રિમ પગ આપીને મનુષ્ય બદલી હાથીની કિસ્મત, હાથી આ રીતે ચાલવા લાગ્યો, જુઓ વિડીયો..

અપંગતા સાથે જીવન જીવવું એ ખુબજ પીડાદાયક જીવન હોય છે, પછી એ માનવ હોય કે પ્રાણી. પરંતુ, વિજ્ઞાન જે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એવા ઘણાં સાધનો ઉપલબ્ધ છે જે અપંગ લોકોના જીવનને સરળ બનાવી રહ્યા છે.

પરંતુ, થાઇલેન્ડમાં, એક વ્યક્તિએ વિકલાંગ હાથીનું જીવન સુધારવાનું કામ કર્યું છે, આને લગતો એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.

થિયો શાન્તોનાસે નામના એક વ્યક્તિએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે અને એવું જોવા મળે છે કે એક વ્યકિતએ પોતાનો આખો સમય વિકલાંગ હાથી માટે બનાવટી પગ બનાવવામાં ખર્ચ કરી રહ્યો છે.  તેણે આ કૃત્રિમ પગ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે તૈયાર કર્યા છે. જેથી હાથીને કોઈ તકલિફ પણ ન થાય અને હાથી આ પહેરીને સરળતાથી ચાલી રહ્યો છે.

આઈએએસ સુપ્રિયા સાહુએ પણ આ વિડીયોને શેર કરી છે અને લખ્યું છે કે, હાથીની કૃત્રિમ પગની મદદથી ફરીથી ચાલવું તેને નવું જીવન આપવા જેવું છે.  પ્રાણીઓની દુનિયામાં આ એક મોટું યોગદાન છે.  જે લોકોએ આ શક્ય બનાવ્યું છે તેમને સલામ.

હકીકતમાં, વિજ્ઞાન જેટલું ઝડપથી આગળ વધી રહ્યું છે, માણસોની સાથે પ્રાણીઓનું જીવન પણ બદલાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments