Homeજાણવા જેવુંહાથી વિશેના આ 10 રહસ્યો જાણીને થઈ જશો આશ્ચર્યચકિત...

હાથી વિશેના આ 10 રહસ્યો જાણીને થઈ જશો આશ્ચર્યચકિત…

હાથીએ સૌથી સંવેદનશીલ પ્રાણી છે. હાથી મનુષ્ય કરતાં પણ વધુ સમજદાર અને બુદ્ધિશાળી પ્રાણી છે. હાથી કરતા પણ વધુ બુદ્ધિશાળી જળચર પ્રાણી ડોલ્ફિનને માનવામાં આવે છે. આજે આપણે હાથીનાં 10 રહસ્યો વિષે જાણીશું.

1. હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર, સૌથી પહેલા “એરાવત” નામના હાથીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જેમ મનુષ્યના પૂર્વજ બાબા આદમ અથવા સ્વયંભુ મનુ છે, તેવી જ રીતે હાથીઓના પૂર્વજ એરાવત છે. એરાવત હાથીનો ઉદ્ભવ સમુદ્ર મંથન સમયે થયો હતો અને ઇન્દ્રએ એરાવત હાથીને તેની પાસે રાખ્યો હતો.

2. વિશ્વના તમામ ધર્મોમાં હાથીને એક પવિત્ર પ્રાણી તરીકે માનવામાં આવે છે. આ પ્રાણીનો સબંધ વિઘ્નહર્તા ગણપતિજી સાથે છે. હાથીના ચહેરાને લીધે ગણપતિનું નામ ગજાતુંડ અને ગજાનંદ પડ્યું. ભારતમાં મોટાભાગના મંદિરોની બહાર હાથીની પ્રતિમા જોવા મળે છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચાંદી, પીતળ અને લાકડાના હાથીને ઘણા ઘરમાં રાખવામાં આવે છે. 

3. હિન્દુ ધર્મમાં, ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે ગજપૂજાવીધિ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં સુખ અને સમૃદ્ધિની ઇચ્છા સાથે, હાથીની પૂજા કરવામાં આવે છે. હાથીની પૂજાને ભગવાન ગણેશની પૂજા માનવામાં આવે છે. 

4. પૌરાણિક કથા અનુસાર, હાથીને ભગવાન વિષ્ણુનું પ્રિય પ્રાણી માનવામાં આવે છે. ગજેન્દ્ર નામના હાથીના પગને નદીના કાંઠે રહેલી મગર તેના જડબામાં પકડી લીધો હતો, હાથીએ મગરના જડબામાંથી મુક્ત થવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હતી. શ્રી હરિ વિષ્ણુએ ગજેન્દ્ર હાથીની રક્ષા કરી.

5. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હું હાથીઓમાં એરાવત છું. આમ હાથી એ ભગવાન કૃષ્ણનો એક અવતાર છે.

6. ભારતમાં, પ્રાચીન કાળથી જ રાજા તેમની સેનામાં હાથીનો સમાવેશ કરે છે. પ્રાચીન સમયમાં, રાજાઓ પાસે પણ હાથીઓનું મોટુ સૈન્ય હતું જે દુશ્મનનો સામે લડતા હતા.

7. 13 ઓક્ટોબર 2010 ના રોજ ભારતમાં રાષ્ટ્રીય વન્યપ્રાણી બોર્ડ (એનબીડબ્લ્યુએલ) ની સ્થાયી સમિતિની બેઠકમાં હાથીઓને રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, પર્યાવરણ મંત્રાલયે 15 ઓક્ટોબર 2010 ના રોજ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.

8. હાથીનું આયુષ્ય 100 વર્ષથી પણ વધુ છે. પ્રત્યેક મિનિટે હાથી 2 થી 3 વાર શ્વાસ લે છે અને છોડે છે. હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતો નથી, પરંતુ તે લાંબા સમય સુધી તરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે કીડી હાથીના કાનમાં જાય છે, તો હાથી મૃત્યુ પામે છે, તેથી જ હાથી તેના કાન હલાવ્યા કરે છે.

9. હાથીની સુંઘવાની ક્ષમતા ખુબ જ તીવ્ર હોય છે. એવું કહેવામાં આવે છે કે હાથીને લગભગ 4 થી 5 કિલોમીટર દૂરથી પાણીની સુગંધ પણ આવે છે. પ્રાણીઓમાં હાથીઓનું મગજ સૌથી ઝડપી હોય છે. હાથીની યાદશક્તિ ખૂબ જ તીવ્ર હોય છે, તે તેના દરેક સાથીને તરત જ ઓળખી જાય છે. એક હાથી ક્યારેય બીજા હાથી સાથે ઝઘડતો નથી, આ એક અપવાદ હશે.

10. હાથી એ વિશ્વનું સૌથી વધારે વજન ધરાવતું પ્રાણી છે. હાથીનું વજન 10 હજાર કિલો સુધી હોઇ શકે છે. હાથી દિવસમાં ઉભા રહીને જ 4 કલાક સૂવે છે. હાથીના શરીરનો નરમ ભાગ તેના કાનની પાછળનો ભાગ છે અને તેથી જ તેને કાન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. 5 કરોડ વર્ષો પહેલા હાથીઓની 170 પ્રજાતિઓ હતી, પરંતુ હવે ફક્ત બે જ પ્રજાતિ છે – એલિફ્સ અને લૉક્સોડૉન્ટા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments