Homeખબરદુબઇના શેખની પત્નીએ તેના બોડીગાર્ડ સાથે સંબંધ બાંધ્યો, મોઢું બંધ રાખવા આપ્યા...

દુબઇના શેખની પત્નીએ તેના બોડીગાર્ડ સાથે સંબંધ બાંધ્યો, મોઢું બંધ રાખવા આપ્યા કરોડો રૂપિયા..

રાજકુમારી હયાએ બોડીગાર્ડને લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતા જેથી તેઓ તેમના સંબંધો વિશે ચૂપ રહે. લંડનની કોર્ટમાં સુનાવણીના આ દાવો કરવામાં આવ્યો છે.

જોર્ડનની રાજકુમારી અને દુબઈના શેખની છઠ્ઠી પત્નીનું તેના જ બોડીગાર્ડ સાથે અફેર હતું. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકુમારી હયાએ બોડીગાર્ડ સાથેના તેના સંબંધોને છુપાવવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા.

રાજકુમારી હયાએ બોડીગાર્ડને ચુપ રહેવા માટે લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતા, જેથી તેઓ તેમના સંબંધો વિશે ચૂપ રહે. યુકેની કોર્ટમાં સુનાવણીમાં આ દાવો કરવામાં આવ્યો છે. દુબઇના શેખે રાજકુમારી હયાને કહ્યા વિના શરિયા કાયદા હેઠળ ફેબ્રુઆરી 2019 માં તેને છૂટાછેડા આપ્યા હતા.

રિપોર્ટ અનુસાર પ્રિન્સેસ હયાનાએ બોડીગાર્ડ સાથે શરીર સંબધ બાંધ્યો હતો, જેની જાણ બોડી ગાર્ડની પત્નીને થઈ ગઈ હતી અને આ અફેરને કારણે બોડીગાર્ડનું લગ્નજીવન તૂટી ગયું, પ્રિન્સેસ હયા દુબઇ છોડી ભાગી ગઈ છે અને ઘણા વર્ષોથી યુકેમાં રહે છે, પ્રિન્સેસ હયાએ યુકેની કોર્ટમાં બાળકોની કસ્ટડી અંગે કેસ દાખલ કર્યો હતો અને હયાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

દુબઈના અબજોપતિ શાસકની પત્નીએ કથિત રૂપે તેના બ્રિટીશ બોડીગાર્ડ પ્રેમીને લગભગ 12 કરોડ રૂપિયા ચુકવ્યા હતા અને તેના સંબંધને ગુપ્ત રાખવા માટે તેને મોંઘા ભેટ આપી હતી. રાજકુમારી હયા, શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તોમની છઠ્ઠી પત્ની છે. કહેવામાં આવી રહ્યું છે કે હયાનાએ તેના બોડીગાર્ડ રસેલની સાથે સંબધ બાંધવા માટે તેને લલચાવ્યો હતો.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સેસ હયાએ રસેલ સાથેના તેમના સંબંધો પર ચૂપ રહેવા માટે અન્ય ત્રણ અંગરક્ષકોને કરોડો રૂપિયા પણ આપ્યા હતા. પ્રિન્સેસ હયા તેના બોડીગાર્ડ્સને ખૂબ મોંઘી ગિફ્ટ્સ આપતી હતી, જેમાં 12 લાખ ઘડિયાળ અને 50 લાખ ગન જેવી ચીજોનો સમાવેશ થતો હતો.

રિપોર્ટ અનુસાર 46 વર્ષીય પ્રિન્સેસ હયાના બ્રિટનના 37 વર્ષીય બોડીગાર્ડ રસેલ ફ્લાવર સાથેનું અફેર લગભગ 2 વર્ષ ચાલ્યું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સેસ હયાએ રસેલ સાથેના તેમના સંબંધો પર ચૂપ રહેવા માટે અન્ય ત્રણ અંગરક્ષકોને કરોડો રૂપિયા પણ આપ્યા હતા.

રાજકુમારી હયા 2018 માં દુબઇથી ભાગી ગઈ હતી અને હવે તે લંડનમાં રહે છે. તે બે બાળકોની માતા છે. જાણવા મળતા અહેવાલો અનુસાર, જ્યારે બોડીગાર્ડ રસેલ ફ્લાવરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. તે જ સમયે, રાજકુમારી હયાએ રસેલ સાથેના તેના સંબંધથી સંબંધિત કેટલાક દાવાઓને નકારી કાઢ્યા હોવાનું પણ કહેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments