આપણે આવી ઘણી રાણીઓ અને રાજકુમારીઓ વિશે સાંભળ્યું હશે, જે તેમની સુંદરતા માટે જ પ્રખ્યાત હતી. તેમની સુંદરતા આજે પણ ઇતિહાસના પાનામાં અમર છે. આજે અમે તમને એક એવી રાજકુમારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સુંદર મહિલાઓમાં ની એક છે. એટલું જ નહીં, આ રાજકુમારીને હોલીવુડની ફિલ્મ માટેની ઘણી ઓફરો પણ મળી હતી.
તુર્કીના ઓટ્ટોમન રાજવંશની છેલ્લી રાજકુમારી નિલોફરને સુંદરતાની દેવી પણ કહેવામાં આવતી હતી. તેનો જન્મ ર્તુર્કીની રાજધાની ઇસ્તંબુલના શાહી મહેલમાં થયો હતો. નિલોફરના જન્મ સમયે તુર્કીનો રાજપરિવાર છેલ્લો શ્વાસ લઇ રહ્યો હતો અને તેમનું સામ્રાજ્ય તુટવા લાગ્યું હતું. માત્ર બે વર્ષની ઉમરમાં નિલોફરે પોતાના પિતાને ગુમાવ્યા હતા. સાત વર્ષની ઉંમરમાં, તે તેની માતા સાથે તુર્કી છોડીને ફ્રાન્સ ગયા ત્યારે તેમનું જીવન મુશ્કેલ અને સામાન્ય બની ગયું હતું.
નિલોફેરે તેમના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા. પરંતુ નીલોફર નસીબદાર હતી અને વિશ્વના સૌથી ધનિક રાજપરિવાર, હૈદરાબાદ નિઝામની વહુ બની હતી. હૈદરાબાદના છેલ્લા નિઝામે નિલોફરને તેના બીજા પુત્ર આઝામ જેહ સાથે લગ્ન કરવા પસંદ કરી. વર્ષ 1931 માં લગ્ન પછી, નિલોફર હૈદરાબાદ આવી હતી. કહેવામાં આવે છે કે નીલોફર ફક્ત સુંદર જ નહીં, પરંતુ તેનામાં એક અદભૂત આકર્ષણ પણ હતું.
લગ્ન પછી નિલોફર જયારે હૈદરાબાદ આવી ત્યારે નિઝામના પરિવારમાં મહિલાઓ માટે બુરખાનો રીવાજ હતો. પરંતુ તે ક્યારેય બુરખા પાછળ રહી ન હતી છતાં પણ નિઝામ પરિવારની મહિલાઓના જાહેર જીવનનું બંધ બારણું ખોલ્યું હતું. નીલોફરે હૈદરાબાદમાં પાર્ટીઓ, ઉજવણી અને કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ઘણીવાર તેને સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં પણ આવતું હતું. પરંતુ નીલોફરના રહેવાની રીતથી નિઝામની પત્ની પાશા ખૂબ ગુસ્સે હતી. એવું કહેવામાં આવે છે કે બેગમ તેની પુત્રવધૂને ઝેર આપીને મારી નાખવા માંગતી હતી.
નિલોફર રાજસી પરિવારની વહુ હોવાની સાથે ફેશન દિવા પણ હતી. તેણે પહેરેલી સાડીના ફોટા ‘ન્યુ યોર્ક ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં’ છે. નિલોફરની સાડીઓ બનાવવાનું કામ ફ્રાન્સની એક મોટી ફેશન કંપની કરતી હતી. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેણે સાડી છોડી દીધી અને પશ્ચિમી કપડા પહેરવાનું શરૂ કર્યું હતું .
1948 માં જ્યારે હૈદરાબાદને ભારત સાથે ભેળવવામાં આવ્યું ત્યારે નિલોફર ફ્રાન્સની મુલાકાતે હતી અને પેરિસમાં જ રોકાઈ હતી. નિલોફર જ્યારે ફ્રાન્સથી પાછી હૈદરાબાદ આવી ત્યારે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. 1952 માં તેમના છૂટાછેડા થયા, જેમાં તેમને ઘણી મોટી રકમ મળી હતી. આ રકમનો મોટો ભાગ હૈદરાબાદમાં મહિલાઓ અને બાળકો માટે હોસ્પિટલ બનાવવા માટે આપી દીધો હતો.
નિલોફર તેના સમયની સૌથી સુંદર મહિલાઓમાંની એક હતી. ઘણા સામયિકોએ તેને વિશ્વની 10 સૌથી સુંદર મહિલાઓમાં નીલોફરને પસંદ કરી હતી. તેના પતિને છૂટાછેડા આપ્યા પછી, તે તેની માતા સાથે ફ્રાન્સમાં રહેવા લાગી. તે દરમિયાન, નીલોફરને હોલીવુડની કેટલીક ફિલ્મ માટેની ઓફર પણ મળી હતી, પરંતુ તેણે તેને ના પાડી દીધી. થોડા સમય પછી તેણે અમેરિકન યુવક એડવર્ડ પોપ સાથે લગ્ન કર્યા. વર્ષ 1989માં રાજકુમારી નીલોફરનું અવસાન થઇ ગયું.