જ્યારે સુંદરતાની વાત આવે ત્યારે ભારતીય મહિલાઓ પોતાને એશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂર અને કરીના કપૂર જેવી અભિનેત્રીઓ સાથે તુલના કરવાનુ શરૂ કરે છે. આ બધી અભિનેત્રીઓની ગણતરી આજની સુંદર મહિલાઓની સૂચિમા કરવામાં આવે છે. પરંતુ હિન્દુ ધાર્મિક ગ્રંથોમા કેટલીક સ્ત્રીઓનો ઉલ્લેખ છે જેમના સૌંદર્યના દાખલા આજે પણ આપવામા આવે છે.
૧) મોહિની :- સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃત કલશને મેળવવા રાક્ષસો અને દેવતો લડતા હતા ત્યારે ભગવાન વિષ્ણુને રાક્ષસોને બીજી વાતે ચડાવવા માટે એક વિચાર આવ્યો અને તે પોતે એક સુંદર સ્ત્રીનુ રૂપ ધારણ કરીને સમુદ્રમા દેખાયા. વિષ્ણુનુ આ સ્ત્રી સ્વરૂપ પુરાણોમા મોહિની તરીકે ઓળખાય છે.
પુરાણોમા લખેલી કથા મુજબ આવી સુંદર સ્ત્રીને જોયા પછી રાક્ષસો કળશને ભૂલી ગયા અને મોહિનીના સ્વરૂપને નિહારવા લાગ્યા.રાક્ષસો અને દેવતા બંનેને એ વાતની પણ ખબર ન હતી કે મોહિનીના સ્વરૂપની પાછળ ભગવાન વિષ્ણુનો હાથ છે. રાક્ષસો અને દેવતાઓ બંને મોહિનીની સુંદરતાથી મોહિત થયા અને બંનેએ નક્કી કર્યું કે આ અમૃતને મોહિની બધાને થોડુ થોડુ પિવડાવસે.
થયુ એવુ કે મોહિનીએ દેવોને અમૃત પીવડાવ્યુ અને રાક્ષસોને અમૃતના બહાને પાણી પીવડાવ્યુ. એવુ કહેવામા આવે છે કે આજ સુધી કોઈ સ્ત્રી મોહિની જેટલી સુંદર નથી. આજે પણ જ્યારે સુંદરતાની વાત કરવામા આવે છે ત્યારે મોહિનીની ઉપમા આપવામા આવે છે.
૨) અહલ્યા :– દેશનુ બાળક હિન્દુ ધર્મગ્રંથ રામાયણની કથાથી પરિચિત હોય છે. પરંતુ જ્યારે પાત્રોની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણને યાદ કરે છે પરંતુ આ કથામા ઘણા પાત્રો એવા છે જે ઓછા જાણતા હશે. તેમાથી એક દેવી અહલ્યા છે. તેના નામની જેમ આ દેવીની કથા પણ વિચિત્ર છે.
કથા અનુસાર વનવાસ દરમિયાન શ્રી રામ પથ્થર શીલા સાથે ટકરાયા હતા. તેમના પગની સાથે જ તે શિલામાંથી એક જીવિત સ્ત્રી બહાર આવી .આ મહિલાનું નામ અહલ્યા હતુ. મહર્ષિ ગૌતમની પત્ની દેવી અહિલ્યા દેખાવમા ખૂબ જ સુંદર હતી અને તે એક પતિવ્રતા સ્ત્રી હતી. પરંતુ દેવરાજ ઇન્દ્રની અહિલ્યાની સુંદરતા ઉપર ખરાબ નજર પડી અને દેવરાજ ઇન્દ્રએ તેમને મેળવવા માટે એક યુક્તિ કરી.
મહર્ષિ ગૌતમના જંગલમા તપસ્યા કરતી વખતે દેવરાજ ઇન્દ્રએ તેમનુ સ્વરૂપ લીધુ અને દેવી અહિલ્યાની સાથે જંગલમા રહેવાનુ શરૂ કર્યું. પરંતુ જ્યારે મહર્ષિ ગૌતમ તપશ્ચર્યાથી પાછા ફર્યા ત્યારે અહલ્યાને ઈન્દ્રદેવ સથે જોયા ત્યારે તેમણે દેવી અહિલ્યાને શ્રાપ આપ્યો કે તે એક પથ્થરની બની જશે અને શ્રી રામ તે પથ્થર પર પગ મૂકશે ત્યારે જ અહલ્યા શ્રાપ માંથી મુકત થશે.
૩) તીલોત્મા :- કેટલીકવાર કોઈ સ્ત્રીની સુંદરતા જોઇને આપણે કહી દઈએ છીએ કે ભગવાનને આને ફુરસદના સમયમા બનાવી હશે. પરંતુ વાસ્તવિકતામા એક સ્ત્રી એવી હતી જેને ભગવાન બ્રહ્માએ વિશ્વની સુંદરતાને એકઠા કરીને બનાવી હશે. આ મહિલાનુ નામ તિલોત્મા હતુ અને તે સ્વર્ગની એક સુંદર યુવતી હતી. તિલોત્મા સાથે જોડાયેલી એક કથા અનુસાર ભગવાન અશ્વએ બે અસુર ભાઈઓના પરસ્પર ભાઈચારો તોડવા માટે એક સુંદર અપ્સરા તરીકે તિલોત્માની રચના કરી.
ખરેખર સુન્દા અને ઉપસુંદ નામના બે અસુરોએ પૃથ્વી પર હંગામો મચાવ્યો હતો. બંને ભાઈઓ હંમેશા એકબીજાની સાથે રહેતા અને સાથે મળીને તેમની શક્તિ એટલી વધી ગઈ કે કોઈ તેમને પરાજિત કરી શકે નહી.બ્રહ્માએ તીલોત્માને પૃથ્વી ઉપર મોકલી જેથી તે બંને ભાઈઓ વચ્ચે વિખવાદ ઉભો કરી શકે. જો કે ખરેખર આવુ થયુ હતુ.
૪) ઉર્વશી :- પુરાણોમા તમે આકાશમા રહેતા અપ્સરાઓ અને સામાન્ય મનુષ્ય વચ્ચે પ્રેમની ઘણી વાતો સાંભળી હશે. મેનકા અને વિશ્વામિત્ર અને રંભા અને શુક્રચાર્યની પ્રેમ કથાઓ તેના દાખલા છે. પરંતુ આ વાર્તાઓમા ઉર્વશી અને પુરૂરવાની કથા છે. વાર્તા મુજબ ઉર્વશી દેવરાજ ઇન્દ્રના દરબારમા અપ્સરા હતી અને ત્યા રહેતા તેને કંટાળો આવતો હતો. તે હંમેશા પૃથ્વી પર રહેતા લોકોનુ જીવન જીવવા માંગતી હતી.
પછી તેણે નક્કી કર્યું કે તે થોડા સમય માટે પૃથ્વી પર જશે પરંતુ. જ્યારે તે પૃથ્વી પર થોડો સમય વિતાવ્યા પછી સ્વર્ગમાં પરત ફરી રહી હતી ત્યારે તેનો હાથ એક રાક્ષસે હાથે પકડ્યો. પરંતુ રાજા પુરૂરવાએ તેને બચાવી લીધી. ત્યારે ઉર્વશીને રાજ સાથે પ્રેમ થઈ ગયો અને પુરૂરવ પણ ઉર્વશીની સુંદરતાથી મોહિત થઈ ગયા હતા.
ઉર્વશી પોતાનુ આખુ જીવન પુરૂરવા સાથે વિતાવવા માંગતી હતી પરંતુ તે કેટલીક શરતોથી બંધાયેલી હતી. પહેલી શરત એ હતી કે તે બે બકરી લાવશે અને રાજાએ તેની સંભાળ રાખવી પડશે. બીજી શરત હતી કે જ્યા સુધી તે પૃથ્વી પર રહેશે ત્યા સુધી તે ફક્ત ઘી નુ સેવન કરશે. ત્રીજી શરત હતી કે જ્યારે તેઓ સંબધ બાંધે ત્યારે જ તેઓ એકબીજાને નગ્નઅવસ્થા મા જોઈ શકશે.
પરંતુ દેવોને જ્યારે ઉર્વશી અને પુરૂરવના પ્રેમ વિશે ખબર પડી ત્યારે તે ઈર્ષ્યાથી ભરાઈ ગયા અને શરતો તોડવા માટે દગાબાજી કરવાનુ શરૂ કરી દીધુ. એક રાત્રે ગંધર્વસે ઉર્વશીના બકરાની ચોરી કરી. બકરીઓ અવાજ કરવા લાગી ત્યારે ઉર્વશી ચિંતિત થઈ અને પુરૂરવાને બચાવવા માટે કહ્યુ. પુરૂરવા એ વખતે કંઈ પહેર્યું ન હતુ ને તે ઉતાવળમા ચાલ્યા ગયા.
ત્યારબાદ તરત જ ગંધર્વાઓએ તેમના પર પ્રકાશ પાડ્યો જેના કારણે બંનેએ નગ્નઅવસ્થામા એક બીજા તરફ જોયુ. આ બે શરત તૂટતા ઉર્વશીને સ્વર્ગમા પાછા ફરવુ પડ્યુ હતુ.
૫) દમયંતી :– પુરાણોમાની ઘણી પ્રેમકથા માની એક કથા વિદ્રભ દેશના રાજા ભીમની પુત્રી દમયંતી અને નિશાદના રાજા વીરસેનના પુત્ર નલની છે. જ્યારે દમયંતી દેખાવમા ખૂબ જ સુંદર હતી અને નલ એક શક્તિશાળી રાજા હતો. બંનેએ એકબીજાની એટલી બધી પ્રશંસા સાંભળી હતી કે બંને એક બીજાને જોયા વિના એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. દમયંતીના સ્વયંવરનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ પણ તેને પ્રાપ્ત કરવા ત્યા પહોંચ્યા હતા અને ચારેયએ નલન રૂપ ધારણ કર્યું હતુ.
દમયંતી એકસરખા ૫ નલ જેવા ચહેરાવાળા માણસોને જોઈને ડરી ગઈ હતી પરંતુ તેના પ્રેમમા એટલી શક્તિ હતી કે તેણે વાસ્તવિક નલને ઓળખી લીધો અને બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન બાદ બંને એકબીજા સાથે લાંબા સમય સુધી સાથે રહી શક્યા નહી. નલ તેના ભાઈઓ પાસે જુગારમા બધુ હારીને જંગલમા ચાલ્યા ગયા. દમયંતી પણ તેના પિતાના ઘરે પરત આવી. જંગલમા નલને સાપે ડંખ માર્યો જેને કારણે તેનુ આખુ શરીર કાળુ પડી ગયુ હતુ. તેને જોઈને ઓળખવો પણ મુશ્કેલ થઈ ગયુ હતુ. પરંતુ જ્યારે નલની શોધમા દમયંતીની સામે આ રૂપ આવ્યુ આવી ત્યારે પણ તેણે નલને ઓળખી લીધો હતો.