Homeખબરપહેલી વાર કોઈ હિન્દુ છોકરી પાકિસ્તાનમાં વહીવટી સેવા માટે સિલેકટ થઈ, પહેલા...

પહેલી વાર કોઈ હિન્દુ છોકરી પાકિસ્તાનમાં વહીવટી સેવા માટે સિલેકટ થઈ, પહેલા જ પ્રયત્નમાં થઈ ગઈ પાસ

પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ હિન્દુ યુવતીએ સેન્ટ્રલ સુપિરિયર સર્વિસીસ (CSS) પરીક્ષા પાસ કરી છે. 27 વર્ષીય ડોક્ટર સના રામચંદ ગુલવાણીએ પાકિસ્તાનમાં આ ઇતિહાસ રચ્યો છે. તેમની નિમણૂકને પણ મંજૂરી આપવામાં આવી ગઈ છે.

CSS પરીક્ષાને પાકિસ્તાનમાં સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા, વહીવટી સેવાઓમાં નિમણૂકો મળે છે. જે ભારતની સિવિલ સર્વિસ પરીક્ષા જેવી છે. સના પહેલા જ પ્રયાસમાં તેમા પાસ થઈ ચૂકી છે.

ગુજરાત ઓફિશ્યલના અહેવાલ મુજબ સના મૂળ શિકારપુરની વતની છે. તેમણે સિંધ પ્રાંતની ગ્રામ્ય બેઠક પરથી પરીક્ષા આપી હતી. સનાના જણાવ્યા અનુસાર, તેના માતાપિતા ઇચ્છતા ન હતા કે તે વહીવટી સેવાઓમાં જોડાય. પરંતુ, સનાએ પહેલા માતા-પિતાનું સપનું પૂરું કરીને ડોક્ટરની ડિગ્રી લીધી અને ત્યાર બાદ પોતાના સપનાને પુરુ કરવા તેને હવે સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી.

સનાએ 5 વર્ષ પહેલા બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ મેડિસિનની ડિગ્રી મેળવી હતી. તે પછી તે સર્જન બની. તેમણે યુરોલોજીમાં ડિગ્રી મળી, ત્યારબાદ તેણીએ આ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.

સનાએ શિકારપુરની સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો છે. તે માને છે કે પ્રાઈવેટ શાળાના વિદ્યાર્થીઓ જે પ્રાપ્ત કરી શકે છે તે સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રાપ્ત કરી શકે છે. તે પોતાની સફળતાથી ખુશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments