હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કરો 5 ઉપાય, તમારી દરેક મનોકામનાઓ થશે પૂર્ણ…

ધાર્મિક

મંગળવારે હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળવાર અને શનિવારનો દિવસ ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે પવન પુત્ર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આપણી બધી ઇચ્છાઓ પૂરી થાય છે. આ ઉપાય ખૂબ જ સરળ છે. આ ઉપાય અપનાવીને, તમે તમારી દરેક ઇચ્છા પૂરી કરી શકો છો. તો જાણો તે ક્યાં ઉપાય છે… 

1) ભગવાન હનુમાનજીને શ્રી રામ વતી સિંદૂર ચઢાવવું જોઈએ, આનાથી દરેક મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી તમામ દુ:ખ દૂર થાય છે.

2) જો તમે તમારી બરકત વધારવા માંગતા હોવ તો મંગળવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વડના ઝાડનું એક પાન લઈ ગંગાજળથી તેને ધોઈ લો. આ પાંદડા પર સિંદૂરથી શ્રી લખીને હનુમાનજીને અર્પણ કરો અને પછી આ પાનને લઈ લો અને એને તમારા પર્સમાં રાખો.

3) મંગળવારે હનુમાનજીને મીઠુ પાન અર્પણ કરો. તેમાં તમાકુ બિલકુલ પણ ન હોવો જોઈએ. આ કરવાથી, તમને નોકરી મેળવવાની તક મળે છે.

4) ધન પ્રાપ્ત કરવાનો સૌથી સચોટ ઉપાય એ છે કે, મંગળવારે હનુમાનજીને કેવડાના અત્તર અને ગુલાબનાં ફૂલોની માળા ચઢાવવી જોઈએ.

5) જો તમારે દેવામાંથી છૂટકારો મેળવવો હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરે બેસો અને રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો. આ કરવાથી, કોઈપણ કાર્ય અવરોધ વિના પૂર્ણ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *