હનુમાનજીને કેમ કહેવામાં આવે છે ‘સંકટમોચન’, કયા 7 અવરોધો દૂર કરે છે ‘બજરંગબલી’, જાણો…

ધાર્મિક

હનુમાનજી હિન્દુ ધર્મના સૌથી સર્વશક્તિશાળી દેવતા છે. દસ દિશાઓ અને ચારેય યુગમાં તેનો મહાન મહિમા છે. હનુમાનની પૂજા કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. ચાલો તમને જણાવીએ સંકટમોચન કયા 10 અવરોધો દૂર કરીને આપણું રક્ષણ કરે છે.

1) “ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે”, હનુમાન ચાલીસામાં આ એટલા માટે કહેવામાં આવ્યું છે કે બજરંગબલી  ભૂત-પિશાચથી આપણી રક્ષા કરે છે. ભૂત પિશાચ જેવા અવરોધોથી પરેશાન વ્યક્તિએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જો તમને કોઈપણ પ્રકારની બીક લાગતી હોય તો રાત્રે સૂતા પહેલા ‘હં હનુમાતે નમ:’ નો 108 વાર જાપ કરવો.

2) શનિ, રાહુ, કેતુ અથવા અન્ય કોઈ ગ્રહ અવરોધ તમને નડી રહ્યો છે, તો હનુમાનજી તમારા આ સંકટને પણ દૂર કરે છે. તેના માટે તમારે મંગળવારે હનુમાનજી મંદિરે જવું, દારૂ અને માંસનું સેવન ન કરવું, શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને શનિવારે હનુમાનજીના મંદિરમાં લોટના કોડિયામાં દીવો પ્રગટાવવો જોઈએ.

3) જો તમે કોઈ રોગથી પીડિત છો, તો હનુમાન બાહુકનો પાઠ કરો. હનુમાન બાહુક એ ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત એક પાઠ છે. હનુમાન બાહુકનો પાઠ કરતી વખતે તમારી સામે એક વાસણમાં પાણી ભરીને રાખો. પાઠ પૂરો થયા પછી, તે પાણીને રોગગ્રસ્ત ભાગમાં લગાડવું.

4) સામાન્ય રીતે બહુ ઓછી વાર વ્યક્તિ પોલીસ અને કોર્ટના કેસોમાં ફસાઈ છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ કેટલાક વિવાદોમાં ફસાઈ જાય છે. પછી ભલે તે કૌટુંબિક વિવાદ હોય કે સંપત્તિને લઈને લોકો સાથે ઝગડો થયો હોય, પરંતુ હનુમાનજી તમને આ સંકટથી બચાવે છે.

5) ઘણા લોકોને શુભ કાર્ય વારંવાર નિષ્ફ્ળ જતા હોય છે. જો લગ્ન સંબંધિત સમસ્યાઓ હોય તો મંગળવારે ઉપવાસ રાખવો જોઈએ. મંગળ દોષ દૂર કરવા માટે હનુમાન ચાલીસા બોલવી જોઈએ. જો પુરુષની કુંડળીમાં મંગળ દોષ હોય તો સિંદૂરથી હનુમાનજીની પૂજા કરો. અને જો સ્ત્રીની કુંડળીમાં મંગળ દોષ હોય તો મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ ચડાવો.

6) જો તમે તમારી નોકરી બંધ થઈ ગઈ છે અથવા તમારો ધંધો બરાબર ચાલતો નથી, તો સંકટમોચનને પ્રાર્થના કરો. કામ કરતા રહો, પ્રયત્ન કરતા રહો, બજરંગબલી તમારી સમસ્યાઓ દૂર કરશે. મંગળવારે સુંદરકાંડ વાંચો અને દરરોજ હનુમાન ચાલીસા બોલો. મંગળવારે હનુમાનજીના મંદિર જવું. હનુમાનજીને પાંચ શનિવાર સુધી ચોળા અર્પણ કરો.

7) ઘણા લોકો બિનજરૂરી ભય અને અસ્વસ્થતાનો ભોગ બને છે, જેના કારણે તેઓ ચિંતામાં રહે છે. જ્યારે ચિંતા વધી જાય ત્યારે વ્યક્તિને ઘણી બિમારીઓ પણ આવે છે. ચિંતાને દૂર કરવા માટે હનુમાનજીના મંત્ર ‘ૐ હનુમંતે નમઃ’ અથવા ‘હનુમતે નમઃ’નો જાપ કરો. સૂતાં પહેલાં આ મંત્રનો 108 વાર જાપ કરો. સવારે સ્નાન કર્યા પછી પણ એક આસન પર બેસી આ મંત્રનો જાપ કરો. ધીરે ધીરે ડર, ચિંતા, તણાવ અને આશંકા દૂર થવા લાગશે. આમ હનુમાનજી આપણા બધા સંકટો દૂર કરે છે તેથી તેને ‘સંકટમોચન’ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *