હનુમાનજી તેમના ભક્તો પર આવતી તમામ પ્રકારની પીડાઓ અને સમસ્યાઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન હનુમાન ખૂબ જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. તેમની પૂજામાં કઈ વધારે કરવાની જરૂર નથી. કદાચ આ જ કારણ છે કે, આજના સમયમાં હનુમાનજીના ભક્તોની સંખ્યા ખૂબ વધતી જાય છે. હનુમાનજી રામના ભક્ત છે અને તેમના શરણમાં જવાથી ભક્તોની બધી સમસ્યાઓ દૂર થાય છે. હનુમાનજી કળીયુગના દેવતા છે. ભગવાન રામના ભક્ત હનુમાન તેમના ભક્તોની દરેક સમસ્યા દૂર કરે છે.
હનુમાનજીના બાર નામોનો આવો મહિમા છે. એવું કહેવામાં આવે છે કે, હનુમાનજી, અંજની પુત્ર, વાયુ પુત્ર, મહાબલ, રમેષ્ટ, ફાલ્ગુન સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદ્દધિક્રમણ, સીતા શોકા વિનાશક, લક્ષ્મણ પ્રાણદાતા અને દશગ્રીવ દર્પહા જેવા 12 નામો ખૂબ પ્રભાવશાળી છે. સવારે પૂજા કરતી વખતે અને કોઈ નવું કાર્ય શરૂ કરતા પહેલા આ હનુમાનજીના નામો લેવાથી દરેક મુશ્કેલીઓનો નાશ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
હનુમાનજીના 12 નામ :- હનુમાનજી, અંજનીપુત્ર, વાયુપુત્ર, મહાબલ, રમેષ્ટ, ફાલ્ગુનસખા, પિંગાક્ષ, આમિતવિક્રમ, ઉદ્દધિક્રમણ, સીતાશોકવિનાશક, લક્ષ્મણપ્રાણદાતા, દશગ્રીવદર્પહા.
તેમનો મંત્ર છે – અતુલિત બલધામ, હેમશૈલાભદેહં. દનુજવનશાનુ, જ્ઞાનીનામગ્રાગણ્યમ્. સકલગુણ નિધનં, વાનરાણામધિશં. રઘુપતિપ્રિય ભક્ત, વાતજાતં નમામિ. અર્થાત, અતુલ બાળ ધરાવતા, સોનાના પર્વત જેવું સમાન કાંતિયુક્ત શરીર ધરાવતા (સુમેરુ), રાક્ષસ જેવા જંગલ માટેનું અગ્નિનું સ્વરૂપ, જ્ઞાનમાં અગ્રદૂત, સર્વ ગુણોના નિધાન, વાનરોના સ્વામી, શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું.
જ્યોતિષીઓની ગણતરી મુજબ હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂનમના દિવસે ચિત્ર નક્ષત્ર અને મેષ રાશિના યોગમાં મંગળવારે થયો હતો. હનુમાનજીના પિતા સુમેરુ પર્વતનાં વાનરરાજ રાજા કેસરી અને માતા અંજની હતાં. હનુમાનજીને પવન પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના પિતાને પણ વાયુ દેવ કહેવામાં આવે છે.