Home ધાર્મિક જાણો, હનુમાનજીના બાળપણની 5 સત્ય ઘટનાઓ વિષે…

જાણો, હનુમાનજીના બાળપણની 5 સત્ય ઘટનાઓ વિષે…

183

હનુમાનજીની માતાનું નામ ‘અંજના’ છે, જે તેમના પૂર્વ જન્મમાં એક અપ્સરા હતી. હનુમાનજીના પિતાનું નામ ‘કેસરી’ છે, જે વાનરજાતિના હતા. હનુમાનજીને તેના માતાપિતાને કારણે અંજનેય અને કેસરીનંદન કહેવામાં આવે છે. કેસરીજીને કપિરાજ પણ કહેવામાં આવે છે, કારણ કે તે વાનરની કપિ નામની જાતિના હતા. કેસરીજી કપિ પ્રદેશના રાજા હતા. ચાલો જાણીએ હનુમાનજીના બાળપણની 5 ઘટનાઓ વિષે.

1. હનુમાનજીએ બાળપણમાં પવન દેવ અને ઋષિ માતંગ પાસેથી શિક્ષા મેળવી હતી. તે બાળપણમાં ઋષિઓના આશ્રમના બધા જ ફળ ખાઈ જતા હતા, અને ઋષિઓને ખૂબ જ હેરાન કરતા હતા. હનુમાનજી નાનપણમાં ખૂબ જ નટખટ અને ઉદ્ઘમી બાળક હતા. એકવાર ફળોના જંગલમાં ઈન્દ્ર પુત્ર જયંત અને સૂર્ય પુત્ર શનિ જેવા દેવોના પુત્રો સાથે પણ તેમણે યુદ્ધ કર્યું હતું. તેણે વચન લીધું કે, હું પણ એક દિવસ ઉડવાનું શીખીશ. તેથી પવન દેવ તેને ઉડવાનું શીખવે છે.

2. એકવાર હનુમાનજીએ સૂર્યને ફળ સમજી ખાવાનો પ્રયાસ કર્યો. ત્યારે રાહુએ તેમનો માર્ગ રોક્યો, તેથી રાહુને તેમણે દૂર ફેંકી દીધો. અને તે જયારે સૂર્યને ગળી જાય છે, ત્યારે આખું વિશ્વ અંધકારમય થઈ ગયું, આ જોઈને ઇન્દ્રદેવ વ્રજ દ્વારા હનુમાનજી પર પ્રહાર કરે છે, તેથી તેની પૂંછડી તૂટી જાય છે અને તે મૂર્છિત થઈને આકાશ પરથી પૃથ્વી પર પડે છે, જેના કારણે તેના પિતા પવન દેવ ક્રોધિત થઈને આખા વિશ્વને પ્રાણવાયુથીપોતાની તરફ ખેંચી લે છે. જેના કારણે સંસારના તમામ જીવ-જતુંઓ મરી જાય છે. આ જોઈને, બધા દેવતાઓ ભેગા થાય છે અને પવનદેવને મનાવે છે અને હનુમાનજીને ફરીથી જીવિત કરી બધા દેવતાઓ તેમની શક્તિઓ હનુમાનજીને અર્પણ કરે છે.

 

3. હનુમાનજી બાળપણથી જ તેમના મહાબલી કાકા બાલીના અભીમાનને દૂર કરવા ઇચ્છતા હતા. બાલીને તેની ઉડવાની શક્તિ પર ખૂબ જ અભિમાન હતું, તેથી હનુમાજી તેના કરતા પણ વધૂ ઝડપથી ઉડીને બાલીના અહંકારને તોડવાનો પ્રયત્ન કરે છે, તેમ છતાં પણ બાલી અભિમાન કરે છે, અને તે હનુમાનજી સાથે ગદા યુદ્ધ લડે છે. આ યુદ્ધમાં તે હરિ જાય છે અને હનુમાનજીના પગ પકડી લે છે.

4. એકવાર બાળપણમાં જ હનુમાનજી દેવગુરુ ગુરુ બૃહસ્પતિના કહેવાથી તેના પિતા સમુદ્રમાંથી સંજીવની પર્વતને ઉપાડીને લાવ્યા હતા. આ જોઈને તેની માતા ખૂબ જ ભાવુક થયા હતા.

5. હનુમાનજીએ બાળપણમાં જ શનિદેવનું અભિમાન તોડ્યું હતું. બાળપણમાં, શનિદેવ તેના માતાપિતા પર ગુસ્સે થઈને ઘર છોડી દૂર જતા રહે છે અને પોતાની શક્તિથી લોકોને પરેશાન કરતા હતા. એક ગામના લોકો શનિદેવને તેના ગામમાં પાણી પીવા દેતા નથી તેના કારણે આ ગામને તે આગથી સળગાવી દે છે. તેથી બધા ગામ લોકો શનિદેવને ઘેરીને મારવાનો પ્રયત્ન કરે છે ત્યારે હનુમાનજીએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ શનિદેવ હનુમાનજીને કહે છે કે તમારે મારા માર્ગ પર આવવાની જરૂર નથી.

હનુમાનજી કહે છે કે હવે તમે સીધા તમારા પિતા પાસે જાવ, પરંતુ શનિદેવ તેમની સાથે દલીલ કરવાનું શરૂ કરે છે. પછી બંને વચ્ચે ગદા યુદ્ધ થયું, અને હનુમાનજી શનિદેવને પૂંછડીમાં લપેટીને તેના પિતા પાસે લઈ ગયા. આ રીતે  હનુમાનજીએ શનિદેવનું અભિમાન દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. અંતે, જ્યારે હનુમાનજી શનિદેવને રાવણની કેદમાંથી મુક્ત કરે છે, ત્યારે શનિદેવ હનુમાનજીના ભક્ત બને છે અને કહે છે કે, તમારા ભક્ત પર, મારી વક્ર દ્રષ્ટિની અસર નહીં થાય.