Home ધાર્મિક હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર, જાણો તેની પાછળ છુપાયેલી રસપ્રદ કહાની...

હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર, જાણો તેની પાછળ છુપાયેલી રસપ્રદ કહાની વિષે…

72

આપણે હનુમાનજીના કોઈપણ મંદિરમાં જઈએ છીએ, ત્યારે તે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સિંદૂરથી રંગાયેલી હોય છે. હનુમાનજીને સિંદૂર ચડાવવામાં કરવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને તેના ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે.

જે વ્યક્તિ હનુમાનજીને સિંદૂર ચઢાવે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, અને કાર્યોમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. માત્ર હનુમાનજી જ એક એવા દેવતા છે જેમનું સંપૂર્ણ શ્રુંગાર સિંદૂરથી કરવામાં આવે છે. જો આ સંદર્ભમાં એક કથા છે, તો ચાલો આપણે જાણીએ કે હનુમાનજીના આખા શરીર પર સિંદૂર કેમ લગાવવામાં આવે છે…

હનુમાનજીને સિંદૂર લગાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવી રહી છે. ત્રેતાયુગમાં માતા સીતા પણ સિંદૂર લગાવતા હતા. દંતકથા અનુસાર, માતા સીતા એક વખત તેની માંગમાં સિંદૂર  લગાવતા હતા, ત્યારે હનુમાનજી તેમને જોઈ ગયા, અને તેમને માતા સીતાને પૂછ્યું, હે માતા તમે તમારી માંગમાં સિંદૂર કેમ લગાવો છો?

આ પ્રશ્નના જવાબમાં માતા સીતા હનુમાનજીને કહે છે કે, તેઓ તેમના સ્વામી, પતિ શ્રીરામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે માંગમાં સિંદૂર લગાવે છે. શાસ્ત્રોમાં પણ સિંદૂરનું મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ જે સુહાગિન સ્ત્રી તેની માંગમાં સિંદૂર લગાવે તો, તેના પતિની ઉંમર વધે છે અને તેનું સ્વાસ્થ્ય યોગ્ય રહે છે.

હનુમાનજી તેમના પ્રિય પ્રભુ શ્રી રામને ખુબ જ પ્રેમ કરે છે. તેથી માતા સીતાની વાત સાંભળીને હનુમાનજીને વિચાર આવ્યો કે, માત્ર થોડું જ સિંદૂર લગાવવાથી આટલો મોટો ફાયદો છે, તો હું મારા આખા શરીર પર સિંદૂર લગાવીશ. આનાથી મારા આરાધ્ય પ્રભુ શ્રીરામ હંમેશા માટે અમર થઈ જશે. આ વિચારીને તેણે આખા શરીર પર સિંદૂર લગાવી દીધું. ત્યારથી હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા શરૂ થઈ. તેથી હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે.