Homeધાર્મિકજો તમે હનુમાનજીની આ બાબતોને તમારા જીવનમાં અપનાવશો, તો તમને દરેક ક્ષેત્રમાં...

જો તમે હનુમાનજીની આ બાબતોને તમારા જીવનમાં અપનાવશો, તો તમને દરેક ક્ષેત્રમાં મળશે સફળતા…

હનુમાનજી કળિયુગના સૌથી શક્તિશાળી અને જાગૃત દેવ છે. હનુમાનજી પાસે બધાજ દેવતા કરતા વધારે સદ્ગુણો છે, તેમના જેવા કોઈ બીજા દેવતા છે જ નહીં. હનુમાનજીને દરેક કાર્યને સફળ બનાવે છે. ભલે ગમે તે કાર્ય હોય, પરંતુ હનુમાનજી દરેક કાર્યને કુશળતાથી પૂર્ણ કરે છે. આપણને ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી પાસેથી ઘણું શીખવા મળે છે. તો ચાલો આજે હનુમાનજીના જીવનમાંથી જીવવાની સાચી રીત જાણીએ…

વાતચીત કરવામાં નિપુણતા :- આપણે હનુમાનજી પાસેથી વાતચીત કરવાની કુશળતા શીખવી જોઈએ. જીવનમાં સફળતા મેળવવા માટે, વાતચીત કરવામાં નિપુણતા હોવી જરૂરી છે. જ્યારે હનુમાનજી લંકામાં પ્રથમ વખત માતા સીતાને મળ્યા, ત્યારે તેમણે પોતાની નિપુણ વાણી દ્વારા માતા સીતાને વિશ્વાસ આપ્યો હતો કે, ભગવાન રામ અહીં આવશે અને તમને આ લંકામાંથી લઈ જશે.

વિન્રમ સ્વભાવ :- જીવનમાં વિન્રમ સ્વભાવ હોવો મહત્વપૂર્ણ છે. હનુમાનજીનો સ્વભાવ વિન્રમ છે. લંકામાં જતી વખતે જ્યારે સુરસા નામના રાક્ષસે હનુમાનજીને મધ્ય સમુદ્રમાં રોક્યા અને તેની સાથે લડવાનું શરૂ કર્યું, ત્યારે હનુમાનજીએ નિર્દયતાથી સુરસાને વિનંતી કરી. હનુમાનના નમ્ર સ્વભાવથી સુરસા પ્રસન્ન થયા અને તેમને લંકા જવાની આજ્ઞા આપી. જો હનુમાનજી ઇચ્છે તો તેઓ તેને મોતને ઘાટ ઉતારી દેત, પરંતુ હનુમાનજીએ આમ ન કર્યું અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરી. આપણે પણ જીવનમાં આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

જીવનમાં હંમેશાં સંયમ રાખવો :- હનુમાનજી હંમેશા તેમના જીવનમાં સંયમ રાખતા હતા. તે ભગવાન રામની સેવામાં આજીવન બ્રહ્મચારી રહ્યા હતા અને દરેક કાર્ય સંયમથી પૂર્ણ કર્યા હતા. સફળતા માટે જીવનમાં ધૈર્ય રાખવું ખુબ જ મહત્વપૂર્ણ છે.

દરેક સમસ્યાનું સમાધાન :- હનુમાન ક્યારેય કોઈ કામ અધૂરું કરતા ન હતા. તેમની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. જ્યારે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા ગયા ત્યારે તેઓ ઔષધિને ઓળખી શક્યા નહીં તેથી તે આખો પર્વત ઉપાડીને લંકામાં લાવ્યા, જેથી પર્વતમાં રહેલી ઔષધિ મળી જાય.

નિષ્ઠા અને ભક્તિ :- હનુમાન જે પણ કામ કરતા તે કાર્ય નિષ્ઠાપૂર્વક કરતા હતા. ભગવાન રામની સેવા એ સૌથી મોટુ ઉદાહરણ છે. હનુમાનજીથી મોટો કોઈ ભક્ત થયો નથી, અને ન કોઈ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments