જાણો, સંકટોમોચન હનુમાનજીની કઈ તસવીર ઘરમાં રાખવી જોઈએ અને કઈ ન રાખવી જોઈએ.

ધાર્મિક

હનુમાનજી તેમના ભક્તોની તમામ પ્રકારની પીડા અને સમસ્યાઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન હનુમાન ખૂબ જ ઝલ્દી પ્રસન્ન થતા દેવતા છે. હનુમાનજીની સાચા મનથી પૂજા કરવાથી તે તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે. હનુમાનજી રામના ભક્ત છે અને માત્ર તેમના શરણમાં જવાથી ભક્તોની બધી સમસ્યાઓ દૂર થાય છે. હનુમાનજીના ભક્તો પર તમામ દેવી-દેવતાઓની પણ વિશેષ કૃપા રહે છે.

ઘણા લોકો હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે હનુમાનજીના મંદિરમાં ખુબ જ શ્રદ્ધા ભાવથી પૂજા કરે છે. અને ઘરના મંદિરમાં પણ હનુમાનજીની મૂર્તિ અને ફોટા રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે, ઘરમાં ભગવાનના ક્યાં સ્વરૂપને બિરાજમાન કરી શકાય અને ક્યાં સ્વરૂપને નહીં. બજરંગબલીના કેટલાક સ્વરૂપોને ઘરમાં ન રાખવા જોઈએ કારણે કે તેના લીધે જીવનમાં અશાંતિ આવે છે. તો ચાલો જાણીએ, હનુમાનજીની કઇ તસવીરો ઘરમાં રાખવી જોઈએ અને કઈ તસવીરો ન રાખવી જોઈએ.

ઘરમાં હનુમાનજીના કયા ફોટા ન રાખવા જોઈએ :- 

– ઘરમાં ક્યારેય હનુમાનજીની એવી તસવીર અથવા મૂર્તિ ન રાખવી કે, જેમાં તે તેની છાતી ચીરીને ઉભા હોય.

– જે ફોટામાં હનુમાનજી સંજીવની લઈને આકાશમાં ઉડી રહ્યા હોય, તે ફોટો ઘરમાં ન રાખવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, હનુમાનજીની મૂર્તિની હંમેશા સ્થિર અવસ્થામાં પૂજા કરવી જોઈએ.

– હનુમાનજી રાક્ષસની હત્યા કરતા હોય, તેવો ફોટો ઘરમાં લગાવવો જોઈએ નહીં.

– જે ફોટામાં હનુમાનજી ભગવાન રામ અને લક્ષ્મણને તેના ખભા પર બેસાડીને ઉડી રહ્યાં હોય તે ફોટો કે મૂર્તિ પણ ઘરમાં ન રાખવા જોઈએ.

– હનુમાનજીએ લંકા દહન કરી રહ્યાં હોય તેવી તસવીર ઘરમાં ન રાખવી જોઈએ. આવા ફોટાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ દૂર થાય છે.

ઘરમાં હનુમાનજીના કયા ફોટા રાખવા જોઈએ :- 

– હનુમાનજીએ યુવાનીમાં પીળા રંગના કપડાં પહેર્યા હોય તેવો ફોટા ઘરમાં રાખવો શુભ છે.

– વાંચન રૂમમાં હનુમાનજીનો લંગોટ પહેરેલો ફોટો ઘરમાં લગાવવો જોઈએ. આનાથી અભ્યાસમાં મન એકાગ્ર થાય છે.

– જે ફોટામાં હનુમાનજી ભગવાન રામની સેવા કરી રહ્યા હોય તે ફોટો રાખવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે.

– પંચમુખી હનુમાનની પ્રતિમા ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી અને પરિવારના સભ્યો પર કોઈ સંકટ નથી આવતો.

– હનુમાનજીની બેઠેલી મુદ્રાની તસવીર ઘરમાં લગાવવાથી એક-બીજા સાથે ઝઘડાઓ થતા નથી.

– વૈવાહિક લોકોએ તેમના બેડરૂમમાં હનુમાનજીનો ફોટો રાખવો ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *