જીવનમાં શક્તિ અને સિદ્ધિની ઇચ્છાને પૂર્ણ કરવા માટે હનુમાનજી પૂજા કરવી જોઈએ. હનુમાનજીમાં સંકલ્પ, શક્તિ, ઉર્જા, બુદ્ધિ, ચરિત્ર, સમર્પણ, બહાદુરી, પરાક્રમ, નિષ્ઠા જેવા ગુણો રહેલા છે, આ સાથે તેમનામાં જીવનના દરેક પડકારો અથવા મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ છે.
હનુમાનજીને ચિરંજીવી પણ માનવામાં આવે છે. હનુમાનજી તેની અદભૂત શક્તિઓ અને વિશેષ ગુણોના કારણે એક મહાન દેવ તરીકે પૂજનીય છે. તેથી કોઈપણ સમયે હનુમાનની ભક્તિ કરવાથી વ્યક્તિની આર્થિક તેમજ શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. બજરંગબલીનો આ શુભ મંત્ર તમને વર્ષભર સ્વસ્થ, સુખી અને સમૃધ્ધ રાખે છે.
સ્નાન કર્યા પછી હનુમાનજીની પંચોપચાર પૂજા અર્થાત્ સિંદૂર, ગંધ, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરવાથી વર્ષભર હનુમાનજીની કૃપા આપણા પર રહે છે.
દરરોજ ગુગુળનો ધૂપ અથવા દીવો પ્રગટાવ્યા પછી, નીચે લખેલા હનુમાન મંત્રનો લાલ આસન પર બેસી અને જીવનમાં સફળ અને પીડાથી મુક્ત થવા માટેની ઇચ્છા સાથે જાપ કરો. અને અંતે શ્રી હનુમાનજીની આરતી કરો.
“ૐ નમો હનુમંતે રુદ્રાવતરાય,
વિશ્વરૂપાય અમિત વિક્રયમાય,
પ્રકટપરાક્રમાય મહાબલાય,
સૂર્ય કોટિસ્મપ્રભાય રામદૂતાય સ્વાહા.”