હોળી પર સ્વાદમાં ઉમેરો મીઠાસ અને બનાવો માલપૂવા, આ રહી સાવ સરળ રેસીપિ મોડું કર્યા વગર તમે પણ જાણી લો

698

હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, એવામાં સૌ કોઈ લોકો ઘરે કઈને કઈ મીઠી વાનગી બનાવવાની તૈયારીમાં લાગી ગયાં હશે. તમે પણ હોળીમાં કઈ મીઠા પકવાન બનાવવા માંગો છો તો આ વખતે પ્રયત્ન કરો માલપૂવા. સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ આ માલપૂવા એક દિવસથી પણ વધું દિવસ રાખી શકાય છે. તો ચાલો જાણીએ માલપૂવા બનાવવાની રેસિપી…

घर पर बनाए मार्केट से बढ़िया व फ्रेश नारियल का बुरादा

માલપુડા માટે સામગ્રી
એક કપ મેદો, એક ચમચી પીસેલી વરિયાળી, ત્રણથી ચાર એલચી પીસેલી, નારિયળનું ખમણ, અડધો કપ ખાંડ, દૂધ, ઘી અથવા તેલ તળવા માટે…

બનાવવાની વિધિ
દૂધમાં ખાંડ નાંખી રાખી દો. પછી કોઈ વાસણમાં મેદો ગાળી તેમાં વરિયાળી, એલચી અને નારિયળનું ખમણ નાંખી યોગ્ય રીતે મિક્સ કરી લો. ખાંડ અને દૂધના મિશ્રણને લોટમાં ઉમેરી મિક્સ કરી લો. ધ્યાન રાખે કે આ પેસ્ટ ન વધું ઘાટી અને ન વધું પાળતી થવી જોઈએ. હવે એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરીને ગોળ પૂરીનો આકારમાં નાંખો. તેને ધીમીં આંચ પર સોનેરી થાય ત્યા સુધી તળી લો. જોઈ લો કે આ બંને બાજુ યોગ્ય રીતે પાકી ગયાં છે કે નહીં. હવે આ માલપૂવાને તમે ઈચ્છો તો તેને ગરમાગરમ જ સર્વ કરી શકાય છે. તો આ છે માલપૂવાની કેવી લાગી રેસિપી કોમેન્ટમાં અવશ્ય જણાવજો.

Previous articleમહિલાઓ અને પુરૂષોમાં હોય છે, અલગ- અલગ પ્રકારની ડાયાબિટીસ, આ હોય છે વિચિત્ર લક્ષણ
Next articleહનુમાનજીએ આ બે કારણથી રાવણનો વધ ન કર્યો, કારણ જાણીને તમે પણ આશ્ચર્ય ચક્તિ થઈ જશો