ભેળસેળ વગરનું શુદ્ધ ઓર્ગેનિક તેલ ખાવું છે તો જાણો, આ હોમ મીની ઓઈલ મશીન વિશે..

લેખ

ઓર્ગેનિક તેલ ઘર આંગણે જ નહિ ઘરે બનાવી શકાય છે, આજે બજારમાં હોમ મીની ઓઈલ મશીન બનાવતી અનેક કંપનીઓ આવી ગઈ છે. રાજકોટ, સુરતમાં આવા મીની મશીન બનાવતી અનેક કંપની છે, આ મશીનની કિંમત ૧૧૦૦૦ થી લઈ ૩૦, ૪૦, ૫૦ હજાર સુધી હોય છે.

Demo images

જેમાં પ્રતિ કલાકે ત્રણ કિલો થી પાંચ કિલો પીલાણ થઈ શકે છે, આ મશીનમાં અનેક વિવિધા (વેરીએંટ્સ) છે, જેમાં એકલા મગફળી, સીડ્સ, કોપરેલ તથા મલ્ટી સીડસ જેવાં વિક્લ્પ પણ છે, સાથે, ઓટોમેટીક તેમજ સેમી ઓટોમેટીક પણ ઉપલબ્ધ છે.

આ નાના મશીનનું કદ ઈડલી, ગ્રેવી માટે વેટ ગ્રાઈંડર મશીનનાં કદ જેવડુ હોય છે, બે ફુટ બાય એક ફુટ, ઊંચાઈ અંદાજે બે ફૂટ. આ મશીનનું વેંચાણ વધી રહ્યું છે, તે જોતાં એવું લાગે છે, આગામી દિવસોમાં મોટા ભાગનાં લોકો ઘરે જ તેલ બનાવતાં થઈ જશે. આનાંથી કદાચ, નાની, મોટી ઘાણીઓ + ઓઈલ મીલને પણ અસર થશે.

Demo images

આ મશીનનાં અનેક ફાયદાઓ છે, જેમાં મલ્ટી સીડઝ મશીન હોય તો તેમાં મગફળી, કપાસ, સનફ્લાવરનાં સીડ + કોપરેલ જેવાં દરેક તૈલી બીયાંનું પીલાણ થાય છે, જ્યારે જેટલું જોઈતું હોય એટલુ જ તેલ બનાવવાંથી હરહમેંશ તેલ તાજુ જ ખાવા મળે. તેલનાં ડબાઓનો સ્ટોક કરવાંની જંજટ જ નહિ. તેલની કાઢવાંની યોગ્ય રીત ૬૦ % તેલ ૪૦ % ખોળ આ રીતે પણ તેલ મેળવી શકાય છે. તેલનાં બે ડબ્બા જેટલી જગ્યા રોકે તેટલી જગ્યામાં તો આ મશીન સમાય જાય છે.

તેમ પસંદગીની ગુણવતાં વાળા બીયાંની ખરીદી પણ જાતે જોઈને કરી શકીએ એ નફામાં, જેમાં ઓર્ગેનિક બીયાં, મગફળી ખરીદી શકીએ. શુદ્ધતાની પુરેપુરી ખાતરી સાથે તેલ સરવાળે સસ્તુ પણ બને છે. ઈંડસ્ટ્રીયલ પ્રોડકશન કોસ્ટ + ટ્રાંસ્પોર્ટેશંસ + ડિલીવરી ચાર્જીસ + વિક્રેતાનો નફો જેવાં લાગતાં ખર્ચાની સીધી બચત થાય છે. શરુઆતમાં મશીનનો ખર્ચો જ રહે. એ પણ બે કે ત્રણ પરિવાર વચ્ચે ભાગમાં ખરીદી શકાય. તથા મોટો પરિવાર હોય તો કોઈ પ્રશ્ન નથી, તેમ સોસાયટી, એપાર્ટમેંટ નાનાં ગામમાં સહિયારી રીતે ખરીદી કરી ઓપરેટ કરી પણ શકાય.

Demo images

શુદ્ધ ભેળસેળનાં સમયમાં, સારુ, શુદ્ધ, ઓર્ગેનિક તેલનો શ્રેષ્ઠ અને એક માત્ર વિકલ્પ એટલે હોમ મીની ઓઈલ મશીન. આ મશીન બનાવતી કંપનીની વિગત પણ ઓનલાઈન મળી રહેશે, મોટા ભાગની કંપનીઓ કહે છે, કે આ મશીનની સાફ સફાઈ, રખરખાવ માટે શૂન્ય ખર્ચ આવે છે, જે જાતે જ કરી શકાય છે.

લેખક સૌજન્ય: ડો.હિતેષ મોઢા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *