Homeરસોઈદાળ અને શાકમાં વપરાતા મસાલો હવે ઘરે બનાવો એકદમ સરળતાથી, માત્ર 150...

દાળ અને શાકમાં વપરાતા મસાલો હવે ઘરે બનાવો એકદમ સરળતાથી, માત્ર 150 રૂપિયામાં 5 મહિના ચાલે એટલો મસાલો થશે તૈયાર

આપણે સામાન્ય રીતે આપણે ઘરમાં જ્યારે પણ દાળ શાક મસાલા, છોલે મસાલા, પંજાબી મસાલો અને પાણી પૂરીનો મસાલો વગેરે બહાર થી લાવીએ આપણે બનાવીએ છીએ.

પણ આજ મસાલા ઘરે બનાવીએ તો ખૂબ સસ્તા અને વળી ગુણવત્તાની દ્રસ્ટી અને ટેસ્ટમાં પણ ઉત્તમ રીતે બને છે, જ્યારે આપણે આ મસાલો ઘરે બનાવીએ અને ગ્રાઈન્ડ કરીએ ત્યારે તેની સુગંધ ચાર ઘર સુધી પહોંચે છે.

આજે રોજિંદા વપરાશમાં ઉપયોગ થતા મસાલાની રીત જાણીશું પછી વારાફરતી બધા મસાલા ઘરે કેવી રીતે બનાવવા એની પોસ્ટ તમારા માટે આવતી રહેશે, આ મસાલો દાળ કે શાક બન્ને માં વપરાય છે ક્યારેક આ મસાલો નાખી પરાંઠા બનાવી પંજાબી સબ્જી સાથે ખાઇ શકાય છે બહુ ટેસ્ટી લાગે છે.

મસાલો બનાવવા માટે જોઈતી સામગ્રી:-

એક ચટણીની નાની વાટકી ને માપે નિચે જણાવ્યા મુજબ..

ચણા દાળ

અડદ દાળ

કોપરાનો ભુકો

આખા ધાણા

તલ

મગફળી

વરિયાળી

મેથી

રાઇ

જીરુ

બે ચમચીના માપ પ્રમાણે નિચે મુજબની સામગ્રી લેવાની છે.

ખસ ખસ

તજ

લવિંગ

મરી

તમાલપત્ર

લાલ સૂકા મરચા

મોટી એલચી

મીઠા લીમડો પંખે સુકવેલો

ફુદિનો પંખે સુકવેલો

મસાલો બનાવાની રીત:-

આ બધી વસ્તુ સાફ કરી એક તવી માં એક ચતુર્થાશ ટી સ્પુન સિંગતેલ માં સાંતળી લો, સરસ ગુલાબી થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું, ત્યાર બાદ તેને એકદમ ઠંડુ થવા દેવું, ઠંડું થાય એટલે આ મિક્ષળને મિક્ષર મશીનમાં એકદમ ઝીણુ ગ્રાઇન્ડ કરી લેવું, ત્યાર બાદ તેને થોડી વાર બાઉલમાં રહેવા દઇ અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવુ ચાર કે પાંચ મહિના ચાલે તેટલો મસાલો તૈયાર થશે. માત્ર 150/- રૂપિયામાં આ સ્વાદિષ્ટ મસાલો તૈયાર થઈ જાય છે.

રેસીપી અને ફોટો સૌજન્ય: ચૌલા ભટ્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments