Homeજીવન શૈલીરસોડામાં હાજર આ 7 વસ્તુઓથી ઘરે કરો ગોલ્ડ ફેશિયલ, માત્ર 30 મિનિટમાં...

રસોડામાં હાજર આ 7 વસ્તુઓથી ઘરે કરો ગોલ્ડ ફેશિયલ, માત્ર 30 મિનિટમાં કેમિકલ વિના ચહેરો લાગશે ચમકવા, આવશે બ્યુટી પાર્લર જેવો ગ્લો…

કોઈપણ શુભ પ્રસંગ હોય અને તમે સુંદર દેખાવા માંગતા હો, તો તમારા પગ પાર્લર તરફ દોડશે. હવે તમે પાર્લર જેમ તમારા ઘરે જ સરળતાથી ગોલ્ડ ફેશિયલ કરીને એકદમ પાર્લર જેવો જ લુક મેળવી શકો છો, પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ તમારી ત્વચા પર સેંકડો કેમિકલ લગાવવામાં આવે છે, જેના કારણે ત્વચા થોડા સમય માટે તો ચમકી જાય છે, પરંતુ ત્વચા અંદરથી ખરાબ થઈ જાય છે.

સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે રાસાયણિક ઉત્પાદનોના વધુ ઉપયોગને કારણે ચહેરાની ત્વચા ઝડપથી ઘરડી અને નિસ્તેજ થવા લાગે છે અને વૃદ્ધત્વના લક્ષણો ચહેરા પર અકાળે દેખાવા લાગે છે. ફેશિયલમાં સૌથી વધુ લોકપ્રિય ગોલ્ડન ફેશિયલ છે, કારણ કે તેના પરિણામો અન્ય ફેશિયલ કરતા વધુ સારા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે તમારા રસોડામાં હાજર વસ્તુઓનો ઉપયોગ કરીને પાર્લરની જેમ ફેશિયલ બનાવી શકો છો. આમાં ન તો બહુ મહેનત કરવી પડે છે કે ન કોઈ કેમિકલનો ઉપયોગ. ચાલો હવે તમને જણાવીએ કે ઘરે 15 મિનિટમાં ગોલ્ડ ફેશિયલ કરવાની 4 સરળ રીત. જેની મદદથી તમે એકદમ બ્યુટી પાર્લર જેવો લુક અને નિખાર મેળવી શકો છો.

1:- સફાઈ (ત્વચા સાફ કરવી) :- ફેશિયલ પહેલાં, તમારે તમારી ત્વચાને સારી રીતે સાફ કરવી જ જોઇએ, જેથી ચહેરા પર પહેલેથી જમા થયેલ ધૂળ અને પ્રદૂષક તત્વો સાફ થઈ જાય અને રોમ છિદ્રોની અંદર રહેલી ગંદકી દૂર થાય. આ માટે તમારી ખાસ કંઈ નથી કરવાનું, ફક્ત એક બાઉલમાં 2 ચમચી દૂધ અને 1 કોટનનું કપડું અથવા રૂ લો.

દૂધમાં કોટનના કપડાના ટુકડાને બોળીને આખા ચહેરા અને ગળાની ત્વચા સાફ કરો. જો ગંદકી વધારે પડતી હોય તો એ કોટનના કપડાંનો ટુકડો ગંદો થઈ જાય છે, તો તમારે બિજા 2-3 કોટના કાપડના ટુકડાનો ઉપયોગ કરીને તમારા ચહેરાને બરાબર સાફ કરી લેવો જોઈએ.

2:- સ્ક્રબિંગ (ચહેરો સ્ક્રબિંગ):- સ્ક્રબિંગ ચહેરાને સાફ કર્યા પછી કરવામાં આવે છે, જેથી ત્વચા પર હાજર ત્વચાના ડેડ સેલ્સ(મરેલી ત્વચા) દૂર થઈ જાય છે અને ત્વચા વધુ ઉંડાઈથી સાફ થાય છે. સ્ક્રબ માટે થોડી ખાંડ ખાડીને પાવડર બનાવો. હવે સ્ક્રબિંગ કરવા માટે 2 ચમચી ખાંડ પાવડર લો અને તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ નાખો. તેને સારી રીતે ભળવી દો અને તેની પેસ્ટ તૈયાર કરો.

જરૂર પડે તો વધુ ખાંડ અને મધ નાખો. આ પછી ચહેરા અને ગળા પર હળવા હાથથી ગોળ ગતિમાં હાથથી ચહેરો સ્ક્રબ કરો. 5 મિનિટ સુધી ચહેરાને સારી રીતે સ્ક્રબિંગ કર્યા પછી પાણીથી ચહેરો બરાબર ધોઈ લો.

3:- સ્ટીમ:- સ્ક્રબિંગ કર્યા પછી, ચહેરાના બંધ છિદ્રોને ખોલવા માટે સ્ટીમ આપવું જરૂરી છે. આ માટે મોટા બાઉલમાં ગરમ પાણી લો અથવા સ્ટીમ મશીન પર મોઢું રાખીને તેને ટુવાલથી ઢાંકીને ચહેરા પર વરાળ લો. હળવી ગરમ વરાળ ચહેરાના તમામ બંધ રોમ છિદ્રોને ખોલશે અને ત્વચા નરમ થઈ જશે.

મહિનામાં એકાદ વાર જરૂર ચહેરાને વરાળ આપીને બરાબર સાફ કરવો જોઈએ. આવી રીતે ચહેરા પર વરાળ લેવાથી રોમ છિદ્રોમાં કચરો ભેગો નથી થતો.

4:- ચહેરા પર માસ્ક લગાડો:- તમારે કુદરતી વસ્તુઓથી બનેલો ફેસ માસ્ક ચહેરા પર લગાડવો પડશે, આ માસ્કમાં તમારી ત્વચાને ચમકતા આપતા પોષક તત્વો રહેલા હોય છે. તેને બનાવવા માટે, તમારે એક બાઉલમાં 2 ચમચી હળદર લો.

હવે તેમાં 1 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી મધ, અડધી ચમચી લીંબુનો રસ અને 1 ચમચી દહીં નાખીને બરાબર મિક્ષ કરી જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો. 15 મિનિટ માટે ચહેરા પર પેસ્ટ રાખો અને ત્યાર પછી સાદા પાણીથી ચહેરો બરાબર ધોઈ લો.

આ ફેશિયલ કર્યા પછી, તમારા ચહેરા પરની ત્વચા સુધરશે, ચહેરા પર ગ્લો વધશે અને ચહેરો નમણો થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments