શું છે બોલિવૂડ હિરોઈનનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ અને ચીટ મીલ ?

0
251

બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને જંક અથવા સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ છે. આમાંથી કઈ છે તમારી ફેવરિટ હેરોઇન, ચાલો જાણીયે તેમનો પ્રિય ખોરાક…

બોલિવૂડ અભિનેત્રીઓ તેમની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર હોય છે. સ્લિમ-ટ્રિમ રહેવા માટે વર્કઆઉટ્સ અને ખોરાકની ડાયટસ માં ખુબ ધ્યાન આપે છે. તે હંમેશાં અનહેલ્ધી આહારની અવગણના કરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે હંમેશાં તેના પ્રિય ખાણોથી દૂર રહે છે. ખરેખર, આ અભિનેત્રીઓમાં એક દિવસ ચીટ મીલનો હોય છે, જેમાં તે પોતાની પસંદના ખોરાક ખુલ્લેઆમ માણે છે.

મનપસંદ ખાણોમાં તૈલી અથવા જંક ફૂડ શામેલ છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી મનપસંદ અભિનેત્રીઓનું ચીટ મીલ શું છે? તમને જણાવી દઈએ કે કેટરિના કૈફથી લઇને કરીના કપૂર સુધી જંક અને અનહેલ્ધી ફૂડ ની દીવાની છે અને સપ્તાહમાં તેના ડાયટ ફૂડ સિવાય તેને ખાવાનું પસંદ કરે છે.

આલિયા ભટ્ટ

ફિલ્મોમાં કામ કરતા પહેલા આલિયા ભટ્ટનું વજન 67 કિલો હતું. બોલિવૂડમાં પ્રવેશ માટે તેણે 16 કિલો વજન ઘટાડ્યું હતું. ત્યારથી, તે તંદુરસ્ત વસ્તુઓ અને કડક આહારનું પાલન કરે છે, જેમાં ફળો, રસ અથવા એનર્જીથી ભરપૂર વસ્તુઓ શામેલ છે. જોકે આલિયાને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું પસંદ છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું ભૂલતી નથી.

કરીના કપૂર ખાન

બોલિવૂડમાં સુંદર અભિનય અને લોકોને દિવાના કરનારી કરીના કપૂર ખાન આજકાલ તેની ગર્ભાવસ્થાના દિવસોની મજા લઇ રહી છે. જોકે, તેણે ઘણી વખત ફિલ્મો માટે કડક આહારનું પાલન કર્યું છે. ફિલ્મ તાશનમાં જીરો ફીગર મેળવવા માટે તેમણે પ્રવાહી આહારનું પાલન કર્યું, જોકે તેને જંક ફૂડ ખાવાનું પસંદ છે. કરીના કપૂર ખાન પિઝા અને ફ્રાઈસ ખાવાનું પસંદ કરે છે.

પ્રિયંકા ચોપડા

 ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપડા પણ પોતાની ફિટનેસ જાળવવા માટે સખત મહેનત કરે છે. તેણી તેના આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓની સાથે સ્વાદની પણ સંભાળ રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે મનપસંદ જંક ફૂડની વાત આવે છે, ત્યારે તેને બર્ગર પસંદ છે. આવી સ્થિતિમાં, તેને ચીટ મીલ તરીકે બર્ગર ખાવું પસંદ છે, અભિનેત્રીએ આ ઘણી વખત જાહેર કર્યું છે.

સોનમ કપૂર

બોલીવુડની ફેશન દિવા સોનમ કપૂર બોલિવૂડની સ્ટાઇલ આઇકન છે. જ્યારે તેને સાવરણીયામાં કામ કરવાની તક મળી ત્યારે ફિલ્મોમાં દેખાવા માટે તેનું વજન પણ ઓછું કરવું પડ્યું.જે તેની સુંદરતા અને સ્ટાઇલ પરથી લોકોના દિલ જીતવાવાળી સોનમ કપૂરનું મનપસંદ ખોરાક પાઉ-ભાજી છે. જ્યારે પણ અભિનેત્રીને તક મળે છે ત્યારે તે કોઈ પણ ગિલ્ટી વગર તેને ખાવાનું પસંદ કરે છે.

કંગના રાણાઉત

 બોલિવૂડની બોલ્ડ અને નમ્ર અભિનેત્રી કંગના રાનાઉતને ઘરેલું ભોજન ખૂબ જ પસંદ છે, પરંતુ જ્યારે મનપસંદ ખોરાકની વાત આવે છે, ત્યારે તે ગોલગપ્પે ખાવાનું પસંદ કરે છે. કંગના ગોલગપ્પાને એટલી પસંદ છે કે તે તેને ખાવાની કોઈ તક ચૂકતી નથી. જો કે, પાછળથી અભિનેત્રી કડક આહાર અને વર્કઆઉટ રૂટીનથી તેના વજનને સંતુલિત કરે છે.

દીપિકા પાદુકોણ

બૉલીવુડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી દીપિકા પાદુકોણને સરળ આહારનું પાલન કરવાનું પસંદ છે. અભિનેત્રીઓની ફિટનેસને જોતા લાગે છે કે તે ખૂબ ઓછું ખાય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ મોટી ફ્રૂડી છે. આ વાતનો તેણે ઘણી વખત ખુલાસો કર્યો છે. જોકે અભિનેત્રીને દક્ષિણ ભારતીય ખાવાનું ખૂબ ગમે છે, છતાં તે ચીટ મીલ તરીકે ડાર્ક ચોકલેટ અને મીઠાઈ ખાવાનું પસંદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here