દુનિયાનો એવો એક જીવ જેનું લોહી છે વાદળી રંગનું અને પ્રતિ લિટર લોહીની કિંમત છે ચોંકાવનારી.

અજબ-ગજબ

હોર્સ શુ કેકડા (horse shose crab)ના લોહીમા હિમોસાઈનીન નામનો પદાર્થ હોય છે,જેને કારણે તેના લોહીનો રંગ વાદળી રંગનો છે. આપણી પૃથ્વી પરની માનવ જાતિઓ સહિત જીવ-જંતુના લોહીનો રંગ લાલ રંગનુ છે. આજે અમે તમને અહી આવા અનોખા પ્રાણી જણાવીશુ જેના લોહીનો રંગ વાદળી છે. જેના કારણે તેનુ લોહી કરોડોની કિમતનુ છે. હોર્સ શુ કરચલો એ વિશ્વના સૌથી પ્રાચીન જીવીત જીવોમાંનો એક છે. એવુ કહેવામા આવે છે કે તેઓ પૃથ્વી પર ડાયનોસોર કરતા પહેલા અસ્તિત્વ ધરાવતા હતા અને ઓછામા ઓછા ૪૫૦ મિલિયન વર્ષોથી આ ગ્રહ પર હોય તેવો અંદાજ લાગવવામા આવે છે. આ પ્રાણીએ આજ સુધીમા લાખો લોકોનો જીવ બચાવ્યા છે.

૧૯૭૦ થી આ જીવના લોહીના ઉપયોગથી તબીબી સાધનો અને દવાઓના જીવાણુ રહિત હોવાની તપાસ કરે છે. કોઈપણ તબીબી ઉપકરણો પર ખતરનાક બેક્ટેરિયાની હાજરી દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ આ જીવનુ લોહી જૈવિક ઝેર તરફ ખૂબ ઉપયોગી માનવામા આવે છે.

હોર્સ શુ કરચલાના લોહીનો ઉપયોગ માનવ શરીરની અંદર જતા કોઈપણ સામગ્રીના નિર્માણ દરમિયાન તેના દૂષિત હોવાની વિષે પરીક્ષણ કરવામા આવે છે. આમા મુખ્યત્વે એચ.આય.વી અને રસીકરણ માટે વપરાતા તબીબી સાધનોનો સમાવેશ થાય છે.

આ જીવના લોહીમા કોપર હાજર છે અને માનવીના લોહીમા આયર્ન બીજા તત્વો જોવા મળે છે જેના કારણે માનવ લોહીનો રંગ લાલ હોય છે અને હોર્સશુ કરચલાનો લોહીનો રંગ વાદળી હોય છે. લોહીમા એક વિશેષ કેમિકલ છે હોય જે બેક્ટેરિયાની આજુબાજુ એકઠા થઈને તેને કેદ કરે છે.આ લોહી ખૂબ ઓછી માત્રામા બેક્ટેરિયાને ઓળખવાની ક્ષમતા રાખે છે.

હોર્સ શુ કરચલાના શરીરમાંથી નીકળતુ લોહી એ વિશ્વનુ સૌથી મોંઘુ પ્રવાહી છે. તેના એક લિટરની કિંમત ૧૧ લાખ રૂપિયા છે. એટલાન્ટિક સ્ટેટ્સ મરીન ફિશરીઝ કમિશનના જણાવ્યા અનુસાર બાયો-મેડિકલ સાધનોના ઉપયોગ માટે તેના લોહીનો ઉપયોગ કરવામા આવે છે.

આ કરચલાની બનાવટ ઘોડાની નાળની આકાર જેવો હોય છે. તેનુ વૈજ્ઞાનિક નામ લિમુલસ પોલિફેમસ છે. દર વર્ષે ૫ લાખ કરચલાઓનુ લોહી કાઢવામા આવે છે. આ પ્રાણી પોતાની ગુણવત્તા માટે માર્યો જાય છે. તેના લોહીમા કોપર બેસ્ટ હિમોસાયનિન નામનો પદાર્થ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *