હુંજા સમુદાય: 150 વર્ષ સુધી જીવતા લોકો જેમને આજ સુધી કેન્સર અડી પણ નથી શકયુ, 70 વર્ષની ઉંમર સુધી દેખાય છે જુવાન

178

ભારતનો જ ભાગ પણ પાકિસ્તાનના કબજામાં રહેલા ઉત્તર પાકિસ્તાનના કારાકોરમ પર્વતોની હુન્જા ખીણમાં રહેતા હુંજકુટુસ અથવા હુંજા લોકો, જેને બુરુશો સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. હુંજા લોકોની વસ્તી મોટી નથી, પરંતુ મોટી વાત એ છે કે તેમની ગણતરી વિશ્વના સૌથી લાંબું આયુષ્ય જીવતા, સુખી અને તંદુરસ્ત લોકોમાં થાય છે.

આ સમુદાયમાં એક પણ વ્યક્તિને ક્યારેય કેન્સર થયું નથી. આ લોકોની ગણતરી વિશ્વની કેન્સર મુક્ત વસ્તીમાં થાય છે. હુંજા સમુદાયની મહિલાઓ 65 વર્ષની ઉંમરે પણ બાળકો પેદા કરી શકે છે અને તેમના સમુદાયના લોકો 150 વર્ષ સુધી જીવ્યા હોય તેવા પુરાવા પણ છે. હુંજા લોકો માટે આ રીતે સ્વસ્થ રહેવું એ આશીર્વાદ કે ચમત્કાર નથી. આ બધું ફક્ત તેમના ખોરાક અને તેમની જીવન જીવવાની રીતને કારણે છે. તેમના ડાયેટ ચાર્ટમાં ફક્ત પૌષ્ટિક ખોરાક શામેલ છે. સંશોધકોએ તેમના અહેવાલમાં જણાવ્યું છે કે હુન્જા લોકો વધારેમાં વધારે અખરોટનું સેવન કરે છે.

અખરોટમાં બી-17 વિટામિન હોય છે. જે લોકો માં કેન્સર થવાના કારણો શરીરમાં ઉભા જ નથી થવા દેતા અને કેન્સર જેવા રોગોને દૂર કરે છે. હુન્જા સમુદાયના લોકો ખૂબ અખરોટનું સેવન કરે છે તેથી તેને કેન્સર થતું નથી. આ ઉપરાંત આ લોકો રોજના ભોજનમાં કાચા શાકભાજી, ફળો, અનાજ, બદામ તેમજ દૂધ, ઇંડા અને ચીઝનો ઉપયોગ કરે છે. હુંજા લોકો વર્ષના 2 થી 3 મહિના કંઈ પણ ખાતા નથી. આ દરમિયાન તેઓ ફક્ત જ્યુસ પીવે છે. થોડું ખાધા પછી પણ આ સમુદાયના લોકો ચાલવા જાય છે. તેમના આહાર અને જીવન જીવવાની રીતના કારણે તેમની સરેરાશ ઉંમર 120 વર્ષ છે અને તેઓ 70 વર્ષ સુધી જુવાન દેખાય છે.

તેઓ સંપૂર્ણપણે કાર્બનિક ખોરાક ખાય છે. તેના આહારમાં ફળો અને શાકભાજીનું પ્રમાણ વધુ હોય છે. તેઓ ખાસ કરીને ખોરાકમાં જરદાળુનો સમાવેશ કરે છે. જરદાળુ એક ફળ છે જે હુંજા સમાજના લોકો ખૂબ જ હોશથી ખાય છે. એવું કહેવામાં આવે છે કે આ ફળના રસથી, તેઓ ઘણા મહિનાઓ સુધી જીવી શકે છે. એમીગડાલિન જરદાળુના બીજમાં જોવા મળે છે અને તે વિટામિન બી -17 નો સ્રોત છે, તેથી જ અહીંના લોકો કેન્સર જેવા જોખમી રોગોથી દૂર રહે છે.

હુંજાના લોકો શૂન્ય ડિગ્રી કરતા પણ નીચેના તાપમાન પર રહેલા બરફ જેવા ઠંડા પાણીમાં સ્નાન કરે છે. આ લોકો તે જ ખાય છે જે તેઓ જાતે ઉગાડે છે જેમ કે જલદારું, સૂકામેવા, શાકભાજીઓ અને અનાજમાં જઉં, બાજરો અને જુવાર. તેઓ ખાવા કરતા ચાલવાનું વધારે રાખે છે. રોજનું 15 થી 20 કિલોમીટર ચાલવું તેઓ માટે જાણે રોજની દિનચર્યા બની ગઈ છે. આ સિવાય હસવું પણ તેઓની રોજની જીવન શૈલી જ છે. ડોક્ટર્સના અનુસાર તેઓની જીવનશૈલી જ તેઓના લાંબા આયુષ્યનું રહસ્ય છે.

હુંજા જનજાતિના લોકોની અંદરની અને બહારની તંદુરસ્તી અહીંની આબોહવા પણ છે. અહીં ન તો વાહનોનો ધુમાડો છે અને ન તો પ્રદુષિત પાણી. અહીંના લોકો ખુબ મહેનત કરે છે. હવે તમે જ કહો કે આટલું સ્વસ્થ હવા-પાણી મળે, ભોજન મળે અને પૂરતો શારીરિક શ્રમ કરતા હોઈએ તો હુંજા સમુદાયના લોકોમાં 100-150 વર્ષ જીવવું સામાન્ય બાબત કહેવાય કે નહીં ?

Previous articleભગવાન શિવની આજ્ઞાથી સાબરકાંઠાના નાદરી ગામે ગરુડદેવની યાદમાં બન્યું ગરુડેશ્વર મહાદેવ મંદિર
Next articleસામાન્ય માણસ લાગતો આ વ્યક્તિ છે ધનવાન કુટુંબનો નબીરો, છતાં આવી જીંદગી જીવી રહ્યો છે, કારણ જાણીને વંદન કરશો