Homeલેખહવન દરમિયાન દરેક મંત્ર પછી શા માટે બોલવામાં આવે છે 'સ્વાહા', જાણો...

હવન દરમિયાન દરેક મંત્ર પછી શા માટે બોલવામાં આવે છે ‘સ્વાહા’, જાણો તેની પાછળનું રહસ્ય…

હિન્દુ ધર્મમાં હવનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ  કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવે છે હોય ત્યારે સૌ પ્રથમ હવન કરવામાં આવે છે. પછી ભલે તે લગ્ન હોય, કથા હોય કે ઘરનું ઉદઘાટન હોય દરેક શુભ કાર્યમાં પંડિતજી હવન કરવાની સલાહ આપે છે. જ્યારે પણ હવન કરવામાં આવે છે, ત્યારે અગ્નિમાં અનેક પ્રકારની હવન સામગ્રી પણ નાખવામાં આવે છે. એક વાત તો તમે ધ્યાનમાં લીધી જ હશે કે, યજ્ઞકુંડમાં આહુતિ દેતી વખતે મંત્રનો જાપ કરવામાં આવે છે અને પછી આહુતિને અગ્નિમાં નાખતાની સાથે જ બધા સ્વાહા બોલે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દરેક મંત્ર પછી પંડિતજી તમને સ્વાહા બોલવાનું શા માટે કહે છે? તો ચાલો જાણીએ સ્વાહા શા માટે બોલવામાં આવે છે.

‘સ્વાહા’નો અર્થ એ થાય છે કે, ‘યોગ્ય રીતે પહોંચાડવું’. અર્થાત કોઈ પણ વસ્તુ તેના પ્રિયને સુરક્ષિત અને સાચી રીતે પહોંચાડવાની પ્રક્રિયાને ‘સ્વાહા’ કહેવામાં આવે છે.

હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ‘સ્વાહા’ એ અગ્નિ દેવની પત્નીનું નામ છે. આ જ કારણ છે કે, હવનમાં દરેક મંત્ર પછી સ્વાહા નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સ્વાહા પ્રજાપતિ દક્ષની પુત્રી છે, જેણે અગ્નિદેવ સાથે લગ્ન કર્યા હતા.

એવું કહેવામાં આવે છે કે, દેવતા હવનનો ગ્રહણ ત્યારે જ કરે છે જયારે અગ્નિમાં આહુતિઓ સ્વાહાના માધ્યમથી અર્પિત કરવામાં આવે છે. સ્વાહા વિના, દેવતાઓ તમારા બલિદાનને સ્વીકારતા નથી. તેથી, સ્વાહા વિનાનો હવન નિષ્ફળ જાય છે. તેથી દરેક મંત્ર પછી સ્વાહા બોલવું અનિવાર્ય છે. બીજી તરફ, અગ્નિદેવ પણ તેમની પત્ની સ્વાહા પાસેથી જ હવિષ્ય ગ્રહણ કરવાનું પસંદ કરે છે.

બીજી માન્યતા એ છે કે, સ્વાહા એ પ્રકૃતિની એક કળા હતી. તેના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણે સ્વાહાને એક વરદાન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેમના દ્વારા જ, તે હવિષ્યને સ્વીકારશે. ત્યાર પછીથી જ દરેક હવન દરમિયાન મંત્રો પછી સ્વાહા બોલવામાં આવે છે.

હું આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો પછી તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આ રીતે, અન્ય લોકો પણ આ જ્ઞાન વિશે જાગૃત થઈ શકશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments