HomeખબરIAS બનવા છોડી મેનેજરની નોકરી, ડિપ્રેશનમાં બની કચરો વીણવા વાળી

IAS બનવા છોડી મેનેજરની નોકરી, ડિપ્રેશનમાં બની કચરો વીણવા વાળી

રજની નામની હૈદરાબાદ સ્થિત મહિલાએ આઈ.એ.એસ બનવા માટે મલ્ટિનેશનલ કંપનીના એચઆર મેનેજરની નોકરી છોડી દીધી હતી. તેનું પાગલપન વધતુ ગયુ અને ‘કચરો વીણવા’ લાગી, આઠ મહિના પહેલા ઘર છોડી દીધું હતુ, ઘરેથી નીકળ્યા પછી, ગમે ત્યાં રખડતી અને લોકો પાસે માંગીને જમતી અને ભટકતી ભટકતી તે લગભગ દોઢ હજાર કિલોમીટર દૂર હૈદરાબાદથી ગોરખપુર પહોંચી ગઈ હતી.

જાણવા મળતા સમાચાર મુજબ, રજની ટોપા, જે વારંગલની રહેવાસી છે, 23 જુલાઈએ ગોરખપુરના તિવારીપુર પોલીસ સ્ટેશન નજીકથી મળી આવી હતી. તે કચરામાં ફેંકાયેલા સૂકા ચોખા ખાઈ રહી હતી.

ત્યાં હાજર લોકોએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને જોઇને તેણી અસ્ખલિત અંગ્રેજી બોલવા લાગી. તેણી થોડીક હિન્દી પણ બોલી. પોલીસ જવાનોએ તેને મહિલા એક માતૃછાયા ચેરીટેબલ ફાઉન્ડેશનના હવાલે કર્રી હતી, રજનીની સારવાર સંસ્થામાં શરૂ થઈ, જેનાથી તેની હાલતમાં સુધારો થયો.

રજનીના પિતાએ માતૃછાયા અધિકારીઓને જણાવ્યું હતું કે વર્ષ 2000 માં, તેમણે એમબીએનો અભ્યાસ પ્રથમ વર્ગમાંથી પાસ કર્યો હતો અને આઈએએસ બનવાનુ સપનું જોતી હતી. તેણે બે વાર સિવિલ સર્વિસની પરીક્ષા આપી, પરંતુ બંને વાર નિષ્ફળ ગઈ હતી, આ પછી તે ડિપ્રેશનમાં જીવવા લાગી. હતાશાથી બચવા માટે તેણે એચઆર માટે કામ કર્યું પણ તે નોકરી પણ છુટી ગઈ હતી.

આ પછી, માનસિક સંતુલન ઝડપથી બગડવાનું શરૂ થયું. નવેમ્બરમાં તે ઘરેથી નીકળી અને પછી ગોરખપુર ભટકી ગઈ. 23 જુલાઈના રોજ પોલીસે તેને માતાને સોંપી હતી.

જ્યારે સારવાર રજનીની સ્થિતિમાં સુધારો થયો ત્યારે તેણે ઘરનું સરનામું કહ્યું. રજનીનો પરિવાર તેલંગણાના વારંગલના હનમકોંડામાં રહે છે. માતૃછાયાની ટીમે તેના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો. આ પરિવારમાં એક અપંગ પિતા, એક વૃદ્ધ માતા અને એક ભાઈ છે, પરંતુ ત્રણેય લોકોએ ગોરખપુર આવવાની ના પાડી હતી. આ પછી માતૃછાયાની ટીમ રજનીને વિમાનમાં લઇને તેના ઘરે પહોંચી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments