આજના જમાના પણ અમુક લોકો એવા હોય છે કે જે છોકરા છોકરીઓમાં ભેદભાવ કરે છે. આજે પણ અમુક લોકો પરિવારમાં દીકરીનો જન્મ થાય તો દુઃખી અને નારાજ થાય છે. આવી જ કહાની લક્ષ્મીની છે. લક્ષ્મીનો જન્મ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો.
લક્ષ્મીના પરિવારમાં ૭ બહેનો હતી તેમનો કોઈ ભાઈ નહતો. લક્ષ્મી બેનના લગ્ન બહુ જલ્દી કરી દેવામાં આવ્યા હતા.લગ્ન પછી લક્ષ્મીને પહેલી દીકરી થઇ તો પરિવારના લોકોએ સમયથી જ લક્ષ્મીને તાના મારવાના શરૂ કરી દીધા હતા.
લક્ષ્મીના પતિ અને સાસુ સસરાને દીકરો જોઈતો હતો. લક્ષ્મી બીજી વાર ગર્ભવતી બનતા. તેના સાસરી વાળાને હતું કે આ વખત દીકરાનો જન્મ થશે. પણ બીજી વાર પણ દીકરીનો જન્મ થતા તેના પરિવારના લોકો ખુબજ ગુસ્સે થયા હતા.
પતિએ લક્ષ્મીને બે દીકરીઓ સાથે અડધી રાતે ઘરની બહાર નીકળી જવાનું કહ્યું. લક્ષ્મીને થયું કે હવે તે શું કરશે પણ પોતાની બે દીકરીઓ સામે તે નબળી નહતી પડવા માંગતી અને તેમને નક્કી કર્યું કે તે પોતાના પતિના ઘરે નહિ જાય અને તે પોતાની બે દીકરીઓને પોતાની રીતે જ ઉછેળશે અને તેમને ડ્રાઈવિંગ શીખવાનું શરૂ કર્યું.
આજે લક્ષ્મી બેન બસ ડ્રાઈવરની નોકરી કરે છે. બસ ડ્રાઈવરની નોકરી કરીને આજે પોતાની બંને દીકરીઓનો ઉછેળ કરી રહ્યા છે. આજે લક્ષ્મી બેન પોતાની બંને દીકરીઓ માટે માતા પિતા બંનેની ફરજ નિભાવે છે. આજે તે દેશની બધી જ મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે.