પોતાના લગ્નમાં વરરાજાએ કરી મજાકમાં લૂંટ, દુલ્હને પણ આપ્યો લૂંટવામાં સાથ, લોકો જોઈ જતા કહ્યું ભાઈ એક નંબરી અને ભાભી દસ નંબરી. : જુઓ વીડિયો

111

આ દિવસોમાં ફરી લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. બધે બેન્ડ બાજા અને શરણાઈના ગુંજ સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકોને ખાસ કરીને વર-કન્યાની મસ્તી ગમે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી જોડીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેની હરકતો જોઈને તમે પણ કહેશો કે, ‘આ બંને એકબીજા માટે બનેલા છે’.

લગ્નમાં વર-કન્યા પર પૈસા ઉડાડવા ખૂબ જ સામાન્ય વાત છે. લોકો ખુશીથી નવા આ કપલ પર પૈસાનો વરસાદ કરે છે. સામાન્ય રીતે આ ઉડાડવામાં આવેલા પૈસા બાળકો, બેન્ડના સભ્યો અથવા આસપાસના મજુર લોકો દ્વારા લેવામાં આવે છે. પરંતુ શું તમે પોતે વર-કન્યાને આ પૈસા લૂંટતા જોયા છે?

એ જમાનો ગયો જ્યારે લગ્નમાં વર-કન્યા શરમાયને એક જ જગ્યાએ બેસતા. હવે તે પોતાના લગ્નમાં પણ ડાન્સ કરે છે, રોમાન્સ કરે છે અને ફુલ મસ્તીના મૂડમાં રહે છે. હવે સોશિયલ મીડિયા પર લૂંટારા વર-કન્યાના નામે આ પ્રખ્યાત જોડીને જ જોઈલો. આ કપલે તેમના લગ્નમાં એવું કર્યું કે જોઈને બધા દંગ રહી ગયા.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા સ્ટેજ પર ઉભા છે. મહેમાનો તેની મુલાકાત લેવા આવી રહ્યા છે. અગાઉ એક સંબંધીએ તેના પર પૈસા ઉડાવી દીધા હતા. જે પૈસા હવે સ્ટેજ પર પડ્યા છે. આવી સ્થિતિમાં વર ચતુરાઈથી સ્ટેજ પર પડેલા પૈસા ઉપાડી લે છે. તે જ સમયે, કન્યા પણ તેના લૂંટેલા પૈસા વરને આપે છે. આમ કરતી વખતે બંને હળવેથી હશે છે.

વર-કન્યાની આ લૂંટ જોઈને લોકો હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આને કહેવાય “36 લખણના 36 ગુણ મળ્યા”. જ્યારે બીજાએ કહ્યું હતું કે ‘લુટેરા દુલ્હે કી લુટેરી દુલ્હન’. ત્યારે એક સાથી બોલ્યા “ભાઈ એક નંબરી તો ભાભી દસ નંબરી”. એક કોમેન્ટ આવે છે “પોતાના લગ્નમાં આવું કોણ કરે છે?”

એક વ્યક્તિ લખે છે, “મને પણ મારા લગ્નમાં આવું કંઈક કરવાની ઈચ્છા હતી. પરંતુ શરમથી તે કરી શક્યો નહીં. હવે મને અફસોસ થાય છે. તમે તે બરાબર કર્યું લગ્નનો થોડો ખર્ચ આવા જુગાડમાંથી જ નીકળી જાય. આવી જ બીજી ઘણી ફની કોમેન્ટ્સ આવવા લાગી.

વિડિઓ જુઓ

વર-કન્યાની આ એક્ટિંગને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જો તમને તેમનો મજાક ગમતો હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. બાય ધ વે, તમે ક્યારેય કોઈના લગ્નમાં આટલા પૈસા લૂંટ્યા છે?

Previous articleશિલ્પકારે પોતાના જેવી 10 મૂર્તિઓ બનાવીને યમરાજને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ રીતે પકડાય ગયો.
Next articleભારતમાં પહેલી વાર લગ્નનું રીસેપ્શન વર્ચ્યુઅલ વર્લ્ડમાં થવા જઈ રહ્યું છે, આ કપલ કરશે તેમના લગ્નનું રિસેપ્શન હેરી પોર્ટરના પ્રખ્યાત હોગવર્ટ્સના ધ ગ્રેટ હોલમાં, જાણો કઈ રીતે શક્ય બનશે…