Homeરસોઈઆજ સુધી ઈંડા વિષે જે મુઝવણ હતી કે લાલ ઈંડા વધારે પૌષ્ટિક...

આજ સુધી ઈંડા વિષે જે મુઝવણ હતી કે લાલ ઈંડા વધારે પૌષ્ટિક કે સફેદ તો હવે જાણો તેના વિષે.

આપણને બે પ્રકારના ઇંડા જોવા મળે છે .જેનો ટોચનો ભાગ સફેદ હોય છે અને બીજો જે લાલ રંગના હોય છે. સંડે હો કે મંડે રોજ ખાવો અંડે આ જાહેરાત તમે ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ હશે. આ જાહેરાત હજી પણ દરેકને યાદ હશે. ઇંડા ખાનારા અથવા તેને પસંદ કરનારા લોકોની સંખ્યા વિશ્વમા અસંખ્ય છે. ઘણા લોકો એવા છે જેમના મનપસંદ ઇંડા છે. જો કે ખાનારાઓ ૧૨ મહિના સુધી તેનુ સેવન કરે છે પરંતુ શિયાળામા તેનો વપરાશ વધી જાય છે કારણ કે એવુ માનવામા આવે છે કે ઇંડાની તાસીર ગરમ હોય છે.

ઇંડા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર ઇંડામા લ્યુટિન અને ગઝેન્થિન ઉપરાંત વિટામિન એ, ડી, બી અને બી ૧૨ હોય છે જે આંખો માટે ખૂબ સારા છે. ઇંડા પ્રોટીનનો સારો સ્રોત છે.તેથી એક નાનુ ઇંડું એ સંપૂર્ણ પોષક તત્વનો ખજાનો છે.

જ્યારે પણ આપણે તેને બજારમાં ખરીદવા જઇએ છીએ ત્યારે આપણને બે પ્રકારના ઇંડા જોવા મળે છે. એક જેની ઉપર એક સફેદ પડ હોય છે અને બીજા લાલ રંગના હોય છે. આ જોઈને આપણે સમજી શકતા નથી કે કયુ લેવુ અને કયામા સૌથી વધુ પોષક તત્વ હોય છે. આ બંને વચ્ચે શું તફાવત છે? ચાલો આજે તમારી ઉત્સુકતાને સમાપ્ત કરીએ.

વૈજ્ઞાનિકો કહે છે કે સફેદ મરઘીના ઇંડાનો રંગ સફેદ હોય છે અને જે મરઘીનો રંગ લાલ હોય છે તેના ઇંડાનો રંગ તેવો જ હોય છે. મોટેભાગે એવુ લાગે છે કે લાલ રંગના ઇંડામા પોષક તત્વોનુ વધુ પ્રમાણ હોય છે. સંશોધનથી બહાર આવ્યુ છે કે તેમાં કોઈ તફાવત હોતો નથી. જો કે અમેરિકન સંશોધનકારો માને છે કે લાલ રંગના ઇંડામાં ઓમેગા-થ્રી ફેટી એસિડ સફેદ રંગના ઇંડા કરતા થોડુ વધારે હોય છે.

જો કે તફાવત એટલો નાનો છે કે તેનાથી કઈ પણ ફરક પાડતો નથી. યુનાઇટેડ સ્ટેટ્સના કૃષિ વિભાગના સંશોધનકારોનુ માનવુ છે કે ૫૦ ગ્રામ વજનવાળા ઇંડામા ૭૨ કેલરી અને ૪૭૫ ગ્રામ ચરબી હોય છે. એટલે કે તમે લાલ છાલવાળા ઇંડા અથવા સામાન્ય સફેદ રંગના ઇંડા ખાવા માંગો છો તો તમને તેમાંથી લગભગ સમાન પોષણ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments