HomeખબરIPS અંકિતા શર્મા: તે પોતે એક નાનકડા ગામથી નીકળી ઓફિસર બની, હવે...

IPS અંકિતા શર્મા: તે પોતે એક નાનકડા ગામથી નીકળી ઓફિસર બની, હવે ડ્યુટી પછી ભણાવે છે ગરીબ યુવાનોને…

છત્તીસગઢની રાજધાની રાયપુરના આઝાદ ચોક વિસ્તારમાં પોલીસ અધિક્ષક પોસ્ટ પર રહેલા IPS  અંકિતા શર્મા ચર્ચામાં છે. ખરેખર,તો તે યુવાનોની મદદ માટે આગળ આવી છે જેઓ તેમના જેવા અધિકારી બનવાનું સ્વપ્ન જોતા હોય છે પરંતુ ટ્યુશન ફી ચૂકવવામાં સક્ષમ ના હોય. આ માટે તે રવિવારે UPSC ની  તૈયારી કરી રહેલા 25 જેટલા બાળકોને ભણાવવાનું કામ કરી રહી છે.

અંકિતા મોટાભાગના જે યુવાનો ભણાવી રહી છે, તે મોંઘી ટ્યુશન સંસ્થાઓની ફી ચૂકવવા સક્ષમ નથી. તમને જણાવી દઈએ કે, અંકિતા પોતે છત્તીસગઢના દુર્ગ જિલ્લાના એક નાના ગામની છે.

પોતાના ક્ષેત્રની સરકારી શાળામાંથી પ્રારંભિક શિક્ષણ પછી, તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને વહીવટી સેવાઓ માટે પોતાને તૈયાર કરી. 2018 માં, તેણી ત્રીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહી.

203મો રેન્ક મેળવીને, તેણે પોતાના પરિવાર અને જિલ્લાનું નામ રોશન કર્યું. અંકિતા શર્મા રાયપુરમાં સતત ગુનાઓને અંકુશમાં રાખવા માટે પણ જાણીતી છે. તેના પતિ વિવેકાનંદ શુક્લા આર્મીમાં મેજર છે અને હાલમાં તે મુંબઇમાં પોસ્ટેટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments