પિતાની હત્યાનો બદલો લેવા માટે બંધૂકની જગ્યાએ ઉપાડી બુક અને બની ગયો IPS ઓફિસર

253

મોટાભાગના લોકો તેમની સાથે થતા અત્યાચારનો બદલો લેવા માટે ખોટો રસ્તો પકડી લે છે અને આ રસ્તા પર ચાલી નિકળતા લોકો સમય જતા એટલા બદનામ થઈ જાય છે કે તેમની સાથે થયેલા અત્યાચારોને કોઈ યાદ કરતું નથી. તે જ સમયે, કેટલાક લોકો આવા આઈપીએસ અધિકારી જેવા પણ હોય છે, જેઓ પોતાની સાથે ખોટું હોય તો મનમાં બદલાની ભાવના ન રાખીને, પોતાને એવા લાયક બનાવવા માંડે છે કે સમાજને બદલી શકે. આજે અમે તમને એવા જ એક IPS અધિકારીની કહાની જણાવી રહ્યા છીએ. જેણે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે હથિયાર નહીં પણ અભ્યાસની મદદ લીધી.

ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી સૂરજ કુમાર રાય બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતા. તેમનો પરિવાર પણ આ આશાસ્પદ બાળકને અભ્યાસ કરાવવા માટે પૂર્ણ સહયોગ આપી રહ્યો હતો. પિતાએ નક્કી કર્યું હતું કે દીકરો જે ઈચ્છે છે અને જેટલું ઈચ્છે તેટલું ભણે. સૂરજે પણ તેના મનમાં એન્જિનિયર બનવાના સપના જોયા હતા.

વિજ્ઞાન સાથે 12 મી પૂર્ણ કર્યા બાદ સુરજે અલ્હાબાદથી અભ્યાસ શરૂ કર્યો હતો. તેણે અલ્હાબાદની મોતીલાલ નહેરુ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. સૂરજના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ નસીબે તેની કિસ્મતમાં કંઈક બીજું જ લખ્યું હતું. તેને પ્રવેશ મળ્યાના એક મહિના પછી જ તેને સમાચાર મળ્યા કે ‘પિતા હયાત નથી’ સૂરજના પિતાની હત્યા કરવામાં આવી હતી.

મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો પણ સૂરજને જોવા મળ્યું કે પોલીસ આ મામલાની તપાસમાં ખુબજ બેદરકારી રાખી રહી છે. આ બધું જોઈને સુરજે ન્યાયની આશા છોડી દીધી. પિતાની હત્યાના કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલા તમામ પુરાવા પૂરતા ન હતા. સૂરજે તો પોતાના ઈન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે તેને તેના પિતાના કેસમાં પણ ન્યાય મળ્યો નથી. જ્યારે તે પોલીસ સ્ટેશન ગયો ત્યારે તેને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

ન્યાય માટે અદાલતો અને પોલીસ સ્ટેશનોના ચક્કર મારતી વખતે સૂરજ આ વ્યવસ્થાની લાચારીને સારી રીતે સમજી ગયો હતો. તેણે વિચારવાનું શરૂ કર્યું કે તેના જેવા ઘણા લોકો હશે જેમને ન્યાય માટે આમ ભટકવું પડતું હશે. તેણે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે તે IPS અધિકારી બનશે.

તે હંમેશા ઈજનેર બનવા માંગતો હતો, પરંતુ કાયદા અને ન્યાય પ્રણાલીની શિથિલતા જોઈને સૂરજે નક્કી કર્યું કે તે એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવાને બદલે ગ્રેજ્યુએશન પછી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરશે અને આઈપીએસ અધિકારી બનશે અને ન્યાય માટે પીડાતા લોકોની મદદ કરશે.

યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ સૂરજે મીડિયાને કહ્યું હતું કે જ્યારે તે પોતાના પિતાના કેસમાં પોલીસ સ્ટેશન અને ક્યારેક કોર્ટ જતો હતો ત્યારે તેને સરકારની કાયદો અને વ્યવસ્થા ખૂબ જ ધીમી અને નબળી લાગતી હતી. આ બધું જોઈને તેણે નક્કી કર્યું કે જો આ સિસ્ટમને સુધારવી હોય તો મારે સિવિલ સર્વિસમાં આવવું જ પડશે. અહીંથી તેણે પોતાનું લક્ષ્ય બદલી નાખ્યું.

ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, સુરજ UPSC ની તૈયારી માટે દિલ્હી આવ્યો. અહીં તેણે પોતાનો તમામ સમય અને મહેનત અભ્યાસમાં પસાર કર્યો હતો. દિવસ રાત ભણતી વખતે તેનો એક જ ધ્યેય હતો અને એ હતો યુપીએસસી ક્લીયર કરવાનો. પછી ભલે તેના માટે ગમે તેટલી મહેનત કરવી પડે, પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એટલી સરળ ક્યાં છે. આ જ કારણ હતું કે સૂરજ તેના પ્રથમ પ્રયાસમાં પ્રી ક્લીયર કરી શક્યો નહીં પણ તેણે હાર ન માની.

તેને કોઈ પણ સંજોગોમાં સફળ થવું હતું. બીજા પ્રયાસમાં તેણે પ્રી ક્લીયર કર્યું પરંતુ આ વખતે મેઈન્સ ક્લીયર થઈ શક્યુ નહી. પણ સૂરજ નિષ્ફળતાથી દુ:ખી નહોતો પણ તેને સંતોષ હતો કે તેણે ગત વખત કરતા વધુ સારું કર્યું છે. તેણે ત્રીજા પ્રયાસમાં વધુ સારી અપેક્ષા રાખી હતી અને 2017 એ વર્ષ હતું જ્યારે સૂરજને તેની મહેનતનું ફળ મળ્યું અને તેણે ઓલ ઇન્ડિયા 117 રેન્ક સાથે યુપીએસસી પરીક્ષા પાસ કરી.

કંઇક અલગ કરવાના ઇરાદા સાથે સિવિલ સર્વિસમાં આવેલા સૂરજને આઇપીએસ અધિકારીનું પદ મળ્યું.

Previous articleઆખા વર્ષમાં 8 મહિના જળ સમાધિ લેવા વાળુ ભારતનું એક અનોખું મંદિર, કહેવાય છે કે પાંડવોએ નિર્માણ કરાવ્યુ હતું
Next articleકંતાનના કપડા પહેરતા અને મૌનવ્રત ધારણ કરેલા પૂજય સંત શ્રી કાળુબાપુ, મુની આશ્રમ-હડમતીયા