Homeખબરઆમિર ખાનની પુત્રી ઇરા ખાને કહ્યું કે હું 14 વર્ષની હતી, ત્યારે...

આમિર ખાનની પુત્રી ઇરા ખાને કહ્યું કે હું 14 વર્ષની હતી, ત્યારે મારું શારીરિક શોષણ થયું હતું, જણાવી આખી વાત..

બોલિવૂડ એક્ટર આમિર ખાનની પુત્રી ઇરા ખાને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી તેના બોલ્ડ ફોટોઝને કારણે ઘણી વાર સમાચારોમાં રહે છે. પરંતુ ઇરા થોડા દિવસો પહેલા તેની એક વિડીયો પોસ્ટ કરીને તેને જણાવ્યું હતું કે તેની સાથે પણ શારીરિક શોષણ થયું હતું હતું.

10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર ઇરાએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જેમાં ઈરાએ જાહેર કર્યું કે તે ચાર વર્ષથી ડિપ્રેશનમાં છે. તેની સારવાર પણ કરવામાં આવી રહી છે અને હવે તે પહેલા કરતા વધુ સારી છે. તે જ સમયે, ઇરાએ તેના જીવન વિશે એક બીજો ઘટસ્ફોટ કર્યો છે, જેને સાંભળીને તમે ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશો.

ઇરાએ ફરીથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિઓ શેર કર્યો છે જેમાં તે તેની સાથે બનેલી સારી ખરાબ ઘટનાઓનો ઉલ્લેખ કરી રહી છે. ઇરાએ આ વીડિયોમાં તે બધુ કહ્યું છે કારણ કે આ બધુ તેની સાથે બન્યું છે અને આ ઘટનાએ તેણે બાળપણથી મજબૂત બનાવી છે.

વીડિયોમાં પણ ઇરા તેના માતાપિતાના છૂટાછેડા વિશે પણ વાત કરે છે. પરંતુ આ બધી બાબતો સિવાય ઇરાએ પોતાના વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઇરાએ જણાવ્યું છે કે તે 14 વર્ષની હતી ત્યારે તેનું જાતીય શોષણ કરાયું હતું.

ઇરાએ વીડિયોમાં જણાવ્યું છે કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. તે સમયે, ઈરા જાણતી ન હતી કે તે માણસ મારી સાથે શું કરે છે, આ પછી મેં મારા માતાપિતાને આ વિશે કહ્યું અને પછી વસ્તુઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ. જોકે પછીથી, મને ગુસ્સો આવ્યો કે મેં આ કેવી રીતે થવા દીધું, પરંતુ પછી શું થવાનું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments