શરીર જોઈને લોકો ઉડાવતા હતા મજાક, પણ હિંમત ન હારી, આજે એજ લોકો કરે છે સલામ

143

કહેવાય છે કે મહેનત કરનારની ક્યારેય હાર નથી થતી. દ્રઢ મનોબળ અને પ્રબળ ઈચ્છાશક્તિ સાથે, જો કોઈ વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આગળ વધે, તો રસ્તામાં આવતી મુશ્કેલીઓને પણ પીઠ બતાવીને ભાગવું પડે છે. આઈએએસ અધિકારી ઈરા સિંઘલે આ વાત સાચી સાબિત કરી હતી. અપંગ(દિવ્યાગ) હોવા છતાં, ઇરાએ તેના જીવનમાં જે રીતે પ્રગતિ કરી અને વર્ષ 2014 ની ઓલ ઇન્ડિયા યુપીએસસી ટોપર બની, તે આપણા બધા માટે એક ઉદાહરણ રૂપ છે.

ઇરા યુપીના મેરઠથી આવે છે. નાની ઉંમરે, તેણે તેની યુવાન આંખોમાં IAS બનવાનું સ્વપ્ન જોયું હતું. તેના ઘણા ઇન્ટરવ્યુમાં, ઇરાએ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે તે બાળપણમાં આઇએએસ બનવાની વાત કરતી હતી, ત્યારે લોકો શારીરિક રીતે વિકલાંગ હોવાને કારણે તેની મજાક ઉડાવતા હતા.

લોકો કહેતા હતા કે જે સારી રીતે ચાલી નથી શકતી તે કેવી રીતે IAS બની શકે છે. ઇરા માટે એ સમય ચોક્કસપણે મુશ્કેલ હતો, જેનો ઈરાએ પોતાની દ્રઢ ઈચ્છાશક્તિથી સામનો કર્યો અને અભ્યાસને તેનું હથિયાર બનાવ્યું. બી.ટેક અને એમબીએનો અભ્યાસ કર્યા પછી, તેણીએ કોકા-કોલા અને કેડબરી જેવી મોટી કંપનીઓમાં પણ કામ કર્યું, પરંતુ તે તેના લક્ષ્યથી દૂર ન થઈ. તેણીએ પોતાની જાતને તૈયાર કરી અને 2010 માં UPSC પરીક્ષા પાસ કરવામાં સફળ રહી.

જો કે આ વાત ખુબજ દુખદ છે કે તેણે પરીક્ષા પાસ કર્યા પછી પણ તેને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી ન હતી. જો કે, ઈરાએ આ નિર્ણયને પડકાર્યો અને ‘સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ’ પાસે ગઈ, જ્યાં નિર્ણય તેની તરફેણમાં આપવામાં આવ્યો. આ રીતે, સખત સંઘર્ષ પછી, ઇરા 2014 માં હૈદરાબાદમાં એપોઇન્ટમેન્ટ મેળવવામાં સફળ રહી હતી. કહેવા માટે તો ઇરા સફળ થઈ હતી, પરંતુ તેના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. તેણીએ ફરી 2014 માં UPSC ની પરીક્ષા આપી હતી અને જનરલ કેટેગરીમાં ટોપ કરીને તેના પરિવાર અને વિસ્તારનું નામ રોશન કર્યું હતું.

હાલમાં, તે દેશની જાણીતી IAS અધિકારી છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે.

Previous article13 વર્ષ પાકિસ્તાનની જેલમાં, 23 દેશમાં સેવા આપી અને 27 ભાષાના જાણકાર એવા વેજાદાદા બાપોદરા, હાલમાં પણ સરકાર ચૂકવે છે પગાર
Next articleભીડ એટલી કે દર્શન માટે લાગી જાય છે 30 કલાક, ભગવાન શ્રીકૃષ્ણને પણ જોવી પડી હતી રાહ