જાણો એવી રાણી વિષે કે જેને ચહેરા પર મૂછો હતી છતાં પણ યુવકો તેના પર મરતા હતા.

અજબ-ગજબ

આજના સમયમા ફક્ત તે જ છોકરીઓને સુંદર માનવામા આવે છે, જેનો આકાર અને ચહેરો સારો હોય પરંતુ જૂના સમયમા છોકરીઓને આવી બાબતો દ્વારા આંકવામા ન આવતી હતી. ૧૯ મી સદીમા છોકરીઓના મેદસ્વીપણાને સુંદર માનવામા આવતુ હતુ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈરાનની એક રાણી જોવામાં ખૂબ સુંદર ન હતી. આમ હોવા છતા છોકરાઓ તેના પર મરી જતા હતા.

એવુ કહેવામા આવે છે કે ઈરાનની રાણી તાજ અલ કજર સુલતાને સુંદરતા શબ્દને એક અલગ દિશા આપી હતી. તેના ચહેરા પર જાડા આઇબ્રો અને મૂછો હતી. આ સાથે તે ખૂબ ચરબીયુક્ત હતી. પરંતુ તે જ સમયમા આ પ્રકારની છોકરીઓને સુંદર માનવામા આવતી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાણીના આવા દેખાવ અને આકારના ઘણા યુવા પ્રેમીઓ હતા. તેઓ તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. જો કે રાજકુમારીએ તે યુવકોની ઓફરને નકારી હતી. એવુ કહેવામા આવે છે કે રાણી દ્વારા અસ્વીકારાયેલ યુવક આ વાત સહન કરી શકતા ન હતા. તેમાંથી ૧૩ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.

રાજકુમારીએ તેના લગ્ન પ્રસ્તાવને નકારી દીધા કારણ કે તેણીના લગ્ન પહેલાથી જ થઈ ચૂક્યા હતા. તેના પતિનુ નામ અમીર હુસેનખાન શોજા એ સલ્તાનેહ હતુ અને આ લગ્ન દ્વારા તેઓને ચાર સંતાન પણ થયા હતા. તેમને બે પુત્રી અને બે પુત્રો હતા. જોકે બાદમા તેણીએ તેના પતિથી છૂટાછેડા લીધા હતા.

એક મીડિયા રિપોર્ટમા દાવો કરવામા આવ્યો છે કે રાજકુમારીને ઘણા અફેર હતા. આમા સૌથી મહત્વની વ્યક્તિ હતી ગુલામ અલી ખાન અઝીજી અલ સુલતાન અને બીજો ઇરાની કવિ આરિફ કાઝવિની હતો. ઈરાનની આ રાણી પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરિત હતી અને પશ્ચિમી કપડા પહેરતી હતી. આને ધ્યાનમા રાખીને તે સમયગાળાની સૌથી સુંદર અને આધુનિક મહિલા માનવામા આવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *