મધ્યપ્રદેશ ના એક ગામ બીજકવાડા માં જન્મેલા અ ખેડૂત ના પુત્રે ૪ એકર જમીન ને ૪૦ એકરમાં બદલી નાખી. આ કહાની છે ગુરુ પ્રસાદ પવાર કે જેના પિતા એક ખેડૂત છે. પિતા પાસે ખેતી માટે જમીન તો હતી પણ સિંચાઈના સાધનની સુવિધા ઉપલબ્ધ ન હતી. છીંદવાડા જીલ્લાના આ ગામમાં પાણીની સમસ્યાના કારણે ત્યાં ખેતી ખુબજ મુશ્કેલ હતી.છોકરાએ જયારે ૧૦ માં ની પરીક્ષામાં પહેલા નંબરે પાસ થતા પ્રિન્સીપાલે સમ્માનિત કર્યો અને પિતાને આશા જાગી કે પોતાના છોકરાને ટીચર બનાવે.
પિતાના સપનાને પુરા કરવા માટે ગુરુ પ્રસાદએ એમ.એ. અને બીએડ ડીપ્લોમાં કર્યું. આના પછી ૨૦૦૪ માં સરકારી શિક્ષક વર્ગ-૨ માં નોકરી મેળવી સરકારી સ્કુલમાં ભણાવા મંડ્યા. જેના માટે તેમેને ૨૫૦૦ રૂપિયા પગાર મળતો હતો. પરિવારમાં ચાર સભ્યો હતા અને આટલા ઓછા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. ગુરુપ્રસાદ ને રાત-દિવસ એ જ ચિંતા રહેતી હતી કે એટલા પગારમાં ઘર કેવી રીતે ચાલશે.વર્ષ ૨૦૦૫ માં તેમણે શિક્ષણ કરતા વધુ આવક ખેતીમાંથી મેળવી. તેણે વિચાર્યું કે જો તે થોડો સમય આપીને ખેતીમાંથી આટલી આવક મેળવશો તો વધારે સમય આપીને ખેતી કરશે તો વધારે ફાયદો થશે. તેને જયારે આ વાત પરિવાર ને કહી તો બધાએ તેનો સાથ આપ્યો અને તેણે સરકારી નોકરી છોડી દીધી. તેણે તેનું બધું ધ્યાન ખેતી પર કેન્દ્રિત કર્યું અને લસણ ની ખેતી કરી. આમાં તેને ૧૦ લાખ નો નફો થયો. તેના ગામમાં પાણીની સમસ્યા હતી પણ તેને તેનો પણ ઉપાય શોધવાનું નક્કી કર્યું.
તેણે કૃષિ કેન્દ્રમાં જઈને વેજ્ઞાનીકો પાસેથી સલાહ લીધી અને ખેતી માટે પાકચક્ર તૈયાર કર્યું અને એક વર્ષમાં રવિ પાક અને ખરીફ પાક બન્નેની ખેતી કરવાનું નક્કી કર્યું. તેને રવિ પાક અને ખરીફ પાક વચ્ચે બીજા પાક ઉગાડવાનું નક્કી કર્યું કે જેમાં જમીનની ખાતરની ક્ષમતા પણ ઓછી ન થાય અને પાક સારો થાય.ગુરુપ્રસાદ ને ટપક સિંચાઈ વિશે જાણકારી મળી અને તેણે ઓછા પાણી માં ખેતી કરવાનું નક્કી કર્યું. ત્યારપછી તેને કૃષિ વિભાગ ના સહયોગથી તેની પાસે હતા એટલા પૈસા ભેગા કરીને ૧૫ એકર ખેતીમાં ટીપા પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ મુકવી જેનાથી તેને ખુબજ ફાયદો થયો.

વર્ષ ૨૦૧૫ માં તેને સ્વીટ કોર્ન ની ખેતી વિશે જાણકારી મેળવી કે જે ખરીફ અને રવિ બન્ને સીઝન માં ઉગાડાય છે. ત્યારપછી તેણે ૨ એકરમાં સ્વીટ કોર્ન ઉગાડ્યા. જયારે માર્કેટમાં વેચવા માટે ગયા ત્યારે થોડી મુશ્કેલી થઇ પણ પછીતો પણ તેણે આગળના વર્ષે ૧૫ એકરમાં સ્વીટ કોર્ન ની ખેતી કરી અને માર્કેટમાં તેની માંગ વધારે હતી એટલે તેને ખુબ સારા ભાવ મળ્યા અને ૧૨ લાખનો નફો મળ્યો.
વર્ષ ૨૦૧૬ માં તે ૪૦ એકર જમીન ના માલિક બની ગયા. તે સમયનો ઉપયોગ કરવાનું જાણતા હતા એટલે તે સીઝન પ્રમાણે શાકભાજી પણ ઉગાડતા અને ગરમીના સમયમાં તે સ્વીટ કોર્ન ઉગાડતા હતા અને ઠંડીના સમયમાં બટેટા ની ખેતી પણ કરતા હતા. આ પ્રમાણે તે ખુબજ નફો કમાતા હતા. વર્ષ ૨૦૧૮ માં તેણે તેના ૪૦ એકર જમીનમાં સ્વીટ કોર્ન ની ખેતી કરી અને તે વર્ષે તેનો પાક ખુબજ સારો થયો. ત્યારે તેણે ૨૫ લાખનો નફો થયો. આજે જયારે ઘણા ખેડૂતો ને એમ લાગે છે કે ખેતી માં કોઈ ફાયદો નથી તેમને આ ગુરુપ્રસાદ ની કહાની માંથી શીખ લેવાની જરૂર છે.