Homeહેલ્થજાંબુડાના ઠળિયાનું સેવન આ સમસ્યાઓથી આપે છે રાહત, જાણો તેના ફાયદાઓ વિષે...

જાંબુડાના ઠળિયાનું સેવન આ સમસ્યાઓથી આપે છે રાહત, જાણો તેના ફાયદાઓ વિષે…

જાંબુડાને ‘ઇન્ડિયન બ્લેકબેરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક આયુર્વેદિક ઔષધિ સમાન છે, કારણ કે તે ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે. જાંબુડા ઉનાળુ ફળ છે, જે આપણને લૂ થી બચાવે છે, પરંતુ તેના અન્ય પણ ફાયદાઓ છે.વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ આ ફળ મોંના ચાંદા, એનિમિયા, સંધિવા અને લીવરની સમસ્યાઓથી પણ રાહત આપે છે.

મોટાભાગના લોકો જાંબુડા ખાઈને તેના ઠળિયા ફેંકી દે છે, પરંતુ શું તમે જાણો છો કે, જાંબુડાની જેમ, તેના ઠળિયા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જે ઘણી સમસ્યાઓથી રાહત આપી શકે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે…

જાંબુડા અને તેના ઠળિયા બંને ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, જાંબુડાનો તૂરો સ્વાદ વારંવાર પેશાબની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. વર્ષ 2017 માં, એશિયન પેસિફિક જર્નલ ઓફ ટ્રોપિકલ બાયોમેડિસિનમાં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જાંબુડાના ઠળિયા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવા માટે અને ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક છે.

હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની સમસ્યાથી પીડાતા લોકો માટે, જાંબુડાના ઠળિયાનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. જાંબુડાના ઠળિયામાં ઇલાજિક એસિડ નામના ફેનૉલ એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરના સ્તરમાં થતી વધઘટ અટકાવવામાં મદદ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે.

જાંબુડાના ઠળિયા પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જાંબુડાના ઠળિયાના પાવડરનું નિયમિત સેવન કરવાથી પેટ સાફ રહે છે, જેનાથી કબજિયાતની સમસ્યા થતી નથી. જાંબુડાના ઠળિયા ઝાડા, મરડો અને આંતરડાની અલ્સરની સમસ્યાને દૂર કરવા માટે પણ ફાયદાકારક છે.

જાંબુડાના ઠળિયા લોહીને સાફ કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં ફાયદાકારક છે. જાંબુડાના ઠળિયા લોહીની ઉણપના કારણે થતી એનિમિયા બીમારી સામે રક્ષણ આપે છે. આ માટે રોજ સવારે ખાલી પેટ પર એક ચમચી જાંબુડાના ઠળિયાનો પાઉડર એક ગ્લાસ પાણીમાં નાખી તેનું સેવન કરવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments