આ મંદિરમાં આજે પણ મોજૂદ છે હનુમાનજીના પદચિન્હ, 108 ફુટ ઉંચી છે દિવ્ય મૂર્તિ

224

શિમલામાં આવેલુ આ હનુમાન મંદિર ખુબજ પ્રખ્યાત મંદિર છે, આ મંદિરમાં જે ભક્તો સાચા મન અને શ્રદ્ધાથી માંગે છે, તેમની દરેક મનોકામના હનુમાનજી પરિપૂર્ણ કરે છે, આ જગ્યાએ આજે પણ હનુમાનજીના પદ ચિન્હના દર્શનનો લાભ મળે છે. આ મંદિર સમુદ્ર તળથી 8040 ફૂટની ઉંચાઈ ધરાવતા જાખૂ પર્વત પર આવેલુ છે. આ મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો દર્શન માટે આવે છે.

આ મંદિરની બહાર ખુબજ મોટી સંખ્યામાં વાનરો જોવા મળે છે. જાખૂ મંદિરના પ્રાંગણમાં હનુમાનજીની 108 ફુટની ઉંચી વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ દિવ્ય મૂર્તિને શિમલાના કોઈ પણ ખૂણેથી જોઈ શકાય છે. તો ચાલો જાણીએ શિમલામાં સ્થિત આ મંદિરની પૌરાણિક કથા વિશે.

પૌરાણિક કથા અનુસાર પ્રભુ શ્રીરામ અને રાવણની વચ્ચે જ્યારે યુદ્ધ થઈ રહ્યું હતું, એ સમયે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા. ત્યારે સંજીવની બૂટી લાવવા માટે હનુમાનજી હિમાલય તરફ આકાશ માર્ગે જઈ રહ્યા હતા. એ સમયે તેમની નજર અહીંયા તપસ્યા કરી રહેલા ઋષિ પર પડી હતી. એ સમયે હનુમાનજી આકાશ માર્ગેથી નીચે ઉતરીને ઋષિ પાસે આવ્યા હતા.

હનુમાનજી વિશ્રામ કરવા અને સંજીવની બૂટીનો પરિચય પ્રાપ્ત કરવા માટે જાખૂ પર્વત ઉપર જે જગ્યાએ ઉતર્યા હતા, ત્યાં આજે પણ તેમના પગના ચિન્હ બનેલા છે. યશ ઋષિ પાસેથી સંજીવની બૂટીનો પરિચય લીધા પછી હનુમાનજીએ યક્ષ ઋષિને મળીને જવાનું વચન આપ્યું હતું.

હનુમાનજી યશ ઋષિને વચન આપ્યા પછી દ્રોણ પર્વત તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં કાલનેમિ નામનો રાક્ષસની માયાવી શક્તિમાં ફસાવાને કારણે સમયનો ખુબજ અભાવ થઈ ગયો. આ કારણે હનુમાનજી ટૂંકા માર્ગથી અયોધ્યા થઈને નીકળી ગયા.

અધિક સમય વ્યતીત થઈ જવાને કારણે તેઓ પાછા ફરતા સમયે યક્ષ ઋષિને ન મળી શકયા. જેનાથી યશ ઋષિ ખુબજ વ્યાકુલ થઈ ગયા. પછી હનુમાનજીએ પોતાના આપેલા વચનને પૂર્ણ કરવા તેમને દર્શન આપ્યા, અને ત્યારબાદ એ જગ્યાએ હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ પ્રકટ થઈ હતી. જેની પૂજા અર્ચના કરવા માટે ઋષિએ ત્યાંજ હનુમાનજીનું મંદિર બનાવી દીધું. આજે પણ આ મૂર્તિ ત્યાજ સ્થાપિત છે અને દૂર દૂરથી ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.

Previous articleમાતાના મઢના દર્શન ઘણા લોકોએ કર્યા હશે પણ આ વાત નહીં જાણતા હોય
Next articleપિતૃઓનું આપણા પરનું ઋણ ઉતારવાનો પ્રયત્ન એટલે શ્રાદ્ધ, શ્રદ્ધાથી કરીએ એ શ્રાદ્ધ