Homeહેલ્થજામફળના પાન સ્વાસ્થ્ય માટે છે ખુબ જ લાભદાયક, જાણો તેના 6 વિશેષ...

જામફળના પાન સ્વાસ્થ્ય માટે છે ખુબ જ લાભદાયક, જાણો તેના 6 વિશેષ ફાયદાઓ વિષે…

જામફળ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, જામફળના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંપરાગત રીતે, જામફળના પાંદડા તેના ઔષધીય ગુણોને કારણે, ઝાડા, કોલેસ્ટરોલ ઓછું કરવા અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ માટે ફાયદાકારક છે. જામફળનાં પાન અનેક રોગોનું જોખમ ઘટાડે છે. તેમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જામફળના પાનમાં 80 ટકા પાણી હોય છે. તેમાં ફાયબર પણ હોય છે, જે વ્યક્તિને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

1) ઝાડાની સમસ્યા દૂર કરવા માટે :- સામાન્ય રીતે સ્ટેફિલોકોકસ ઑરિયસ બેક્ટેરિયાના વધવાના કારણે ઝાડાની સમસ્યા  થાય છે, પરંતુ જામફળના પાન બેક્ટેરિયાના વિકાસને નષ્ટ કરી શકે છે. જામફળના પાનનો ઉકાળો પીવાથી પેટનો દુખાવો ઓછો થાય છે. ઝાડની સમસ્યામાંથી ઝડપથી રાહત માટે, એક કપ ઉકળતા પાણીમાં જામફળના પાંદડા નાખો, પછી તે પાણીને ગાળીને ખાલી પેટે પીવો.

2) કોલેસ્ટરોલ ઘટાડવા માટે :- એક અધ્યયનમાં સાબિત થયું છે કે, ચામાં જામફળના પાન નાખી તેને પીવાથી આઠ અઠવાડિયામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે. જ્યારે કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

3) શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે :- જામફળના પાંદડામાં વિટામિન સી અને આયર્નનું પ્રમાણ વધુ હોવાથી, જામફળના પાનનો ઉકાળો ખાંસી અને શરદી મટાડવા માટે મદદગાર છે. જામફળનો રસ ફેફસાં અને ગળાને સાફ કરવામાં મદદ કરે છે.

4) વાળ ખરવાની સમસ્યા માટે :- જામફળના પાંદડા વાળને ખરતા અટકાવે છે અને વાળને સુંદર બનાવે છે. આ માટે, જામફળના પાન લો અને લગભગ 20 મિનિટ સુધી તેને પાણીમાં ઉકાળો, પછી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તમારા વાળને પાણીથી ધોઈ લો અને પછી વાળના મૂળમાં જામફળના પાન વાળા પાણીને માથામાં લગાવો. અને તેની થોડી વાર રહેવા દો પછી ફરી પાછું માથું સ્વચ્છ પાવીથી ધોઈ લો. 

5) દાંતના દુખાવા માટે :- જામફળના પાનને પાણીમાં નાખી તેને ઉકાળો અને પછી તેને ગાળી લો. પછી તે પાણીથી કોગળા કરો. તે દાંતનો દુખાવો અને મોઢાના ચાંદા દૂર છે.

6) ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખશે :- જેમ જામફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે, તેવી જ રીતે તેના પાનનું પાણી પણ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે. પાણીમાં જામફળના થોડા પાન નાખી તેને ઉકાળો અને તે પાણીને ગાળીને પીવાથી ડાયાબિટીઝ નિયત્રંણમાં રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments