10 પાસ આ મહિલાએ ખેતીની જમીનને બનાવી દીધી ટાપુ, લાખોની કમાણી, ગૂગલે પણ વખાણી

1143

યુપીના કન્નૌજની એક 10 ધોરણ પાસ મહિલાના ખેતરમાં પાણી ભરાઈ જતુ હતું પણ આ મહિલાએ તેના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાનો એક એવો ઉપાય શોધી કાઢ્યો કે લોકો હવે તેના વખાણ કરી રહ્યા છે, તેણે આપત્તિને અવસરમાં ફેરવીને ખેતરને નાનો ટાપુ બનાવી દીધો છે.

જાણવા મળતા અહેવાલ મુજબ, કન્નૌજના તિરવા જીલ્લાના બુથૈયાણ ગામની કિરણ કુમારી રાજપૂતની પાસે ઉમરડા બ્લોકના ગુંધા ગામમાં 23 વીધા જમીન છે. તેના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. ખેતી પણ યોગ્ય રીતે કરી શકાતી નથી. એક દિવસ તેને એક વિચાર આવ્યો કે હું મારા ખેતરને ટાપુ બનાવું, ત્યારબાદ તેણે ખેતરના પાણી ભરાયેલા ભાગને તળાવમાં ફેરવવાનું નક્કી કર્યું.

કિરણે પાણી સંગ્રહ યોજના અંતર્ગત વર્ષ 2016 માં વહીવટી તંત્ર પાસેથી 2 લાખ રૂપિયાની લોન લીધી હતી. તેની કેટલીક બચત લઈને અને કેટલાક પૈસા ઉધાર લઈ માછલી ઉત્પાદનની શરૂઆત કરી. 23 બીઘા જમીનમાં તળાવનું કામ કરાવવા માટે તેણીએ 11 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Demo images

શરૂઆતમાં થોડો નફો થયો હતો. આ પછી, તળાવની મધ્યમાં એક વીધાનો ટાપુ બનાવ્યો. અને એ ટાપુ પર બગીચો બનાવવા માટે કેરી, જામફળ, કેળા, ગૂસબેરી, પપૈયા, ડ્રમસ્ટિક વૃક્ષો અને ફૂલોના છોડ રોપ્યા. આ ટાપુ ત્યાના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. હવે લોકો ત્યાં ફરવા અને બોટીગનો આનંદ માણવા આવે છે.

કિરણ ની તબિયત અસ્વસ્થ હોવાથી તેનો પુત્ર શૈલેન્દ્ર હવે આ ટાપુની સંભાળ કરી રહ્યો છે. તળાવમાં બતલ, નેન, ચાઇના માછલી, ઘાસ કટર અને સિલ્વર માછલીઓ છે. તેઓ હવે દર વર્ષે માછલીઓ અને ફળો વેચીને લગભગ 20 થી 25 લાખની કમાણી કરે છે.

Demo images

લોકો ટાપુ જોવા માટે દૂર-દૂરથી આવી રહ્યા છે. તે દરેક માટે આકર્ષણનું મુખ્ય બિંદુ રહે છે. ગૂગલે પણ તેમના કામની પ્રશંસા કરી છે અને એક સન્માન પત્ર આપ્યું છે.

Previous articleભીમ તેમના મોટા ભાઈ યુધિષ્ઠિરના બંને હાથ કેમ બાળી નાખવા માંગતો હતો, જાણો મહાભારતનું આ રહસ્ય…
Next article45 હજાર રૂપિયાથી પણ નીચે જઈ શકે છે સોનાના ભાવ, જાણો કેમ ઘટી રહ્યા છે ભાવ..