Homeજયોતિષ શાસ્ત્રજાણો માતા લક્ષ્મીના વાહન ઘુવડ વિશેની શુભ અને અશુભ માન્યતાઓ, જેના પર...

જાણો માતા લક્ષ્મીના વાહન ઘુવડ વિશેની શુભ અને અશુભ માન્યતાઓ, જેના પર લોકો આજે પણ કરે છે વિશ્વાસ…

ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં તેને કેટલાક લોકો શુભ તો કેટલાક લોકો અશુભ માને છે. ઘુવડ વિશે ઘણી બધા પ્રકારની માન્યતા આપણા સમાજ અને ધર્મમાં પ્રચલિત છે. તો આજે અમે તમને ઘુવડ વિશેની એવી 5 માન્યતાઓ જણાવીશું, જેના પર આજે પણ વિશ્વાસ કરવામાં આવે છે.

1) એવું કહેવામાં આવે છે કે, તમારી નજર ઘુવડ સાથે મળી જાય, તો સમજો કે, તમને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત થવાની છે. જો કે ઘુવડ અને આપણી નજર કયારેક જ એક થાય છે.

2) રોગ અંગે પણ ઘુવડની માન્યતા છે કે, જો ઘુવડ દર્દીને સ્પર્શ કરે છે અથવા તેની ઉપર ઉડતું ઉડતું નીકળે, તો ગંભીર રોગ ઝડપથી મટી જાય છે.

3) ઘુવડનું જમણી બાજુ જોવું અથવા બોલવું હંમેશાં અશુભ છે, તેથી જ્યારે પણ ઘુવડનો અવાજ સંભળાય છે, ત્યારે તેને અપશુકન માનવામાં આવે છે. પરંતુ જો ઘુવડ તમારા ઘરની ડાબી બાજુ જુએ તો તે શુભ છે.

4) જો ઘુવડ તમારા ઘરની અગાશી પર બેસે છે અથવા અગાશી પર બેસીને બોલે છે, તો તે તમારા ઘરના સભ્યનું મૃત્યુ થવાનું સૂચન કરે છે.

5) જો તમને પૂર્વ દિશામાં ઘુવડ દેખાય અથવા સવારે તેનો અવાજ સંભળાય, તો એવું માનવામાં આવે છે કે, તમારી પાસે અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments