Homeધાર્મિકજાણો, 'કષ્ટભંજન હનુમાન મંદિર'ની પૌરાણિક કથા, અહીં મહાબલી હનુમાનજી ભક્તોની બધી મનોકામના...

જાણો, ‘કષ્ટભંજન હનુમાન મંદિર’ની પૌરાણિક કથા, અહીં મહાબલી હનુમાનજી ભક્તોની બધી મનોકામના કરે છે પુરી…

શનિદેવને સૌથી ક્રોધિત દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જો શનિ દેવની ખરાબ નજર વ્યક્તિ પર પડે છે, તો તેના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. આપણા હિન્દુ ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે, જે કોઈ વ્યક્તિ ભગવાન હનુમાનજીની ભક્તિ કરે છે, તેના પર શનિદેવનો પ્રકોપ રહેતો નથી. એવું કહેવામાં આવે છે કે, મહાબલી હનુમાનની સામે શનિદેવ પણ કંઇ કરી શકતા નથી.

આજે અમે તમને એવા એક મંદિર વિશે જણાવીશું જ્યાં મહાબલી હનુમાનજીના ચરણોમાં શનિદેવ સ્ત્રી સ્વરૂપમાં બિરાજમાન છે. હવે સવાલ એ પણ ઉભો થાય છે કે, એવું તો વળી ક્યુ કારણ છે કે શનિદેવને સ્ત્રી સ્વરૂપ ધારણ કરવું પડ્યું અને મહાબાલી હનુમાનજીને ચરણોમાં બેસવું પડ્યું? તો ચાલો જાણી આ મંદિર ભારતમાં ક્યાં સ્થળે આવેલું છે…

પૌરાણિક કથા અનુસાર, એકવાર પૃથ્વી પર શનિ દેવનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો. શનિદેવની દુષ્ટ દૃષ્ટિથી મનુષ્ય જ નહીં પરંતુ દેવતાઓ પણ ખૂબ વ્યથિત થયા હતા. આ પછી, બધાએ શનિદેવના પ્રકોપથી બચવા મહાબાલી હનુમાનજીને યાદ કર્યા અને રક્ષા માટે વિનંતી કરી. ભક્તોની વિનંતીથી હનુમાનજી શનિદેવને સજા આપવા માટે નીકળ્યા.

જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ ત્યારે તે ભયભીત થઈ ગયા. કારણ કે તેઓ જાણતા હતા કે તેમને હનુમાનજીના ક્રોધથી કોઈ પણ બચાવી શકશે નહીં. કથાઓ અનુસાર, શનિદેવે હનુમાનજીના ક્રોધથી બચવા માટે એક ઉપાય શોધ્યો અને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું.

બધા જાણે છે કે, હનુમાનજી બ્રહ્મચારી છે અને તેઓ કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડતા નથી, કે ખરાબ વર્તન કરતા નથી. બસ આટલું વિચારીને શનિદેવે હનુમાનજીના ક્રોધથી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન હનુમાનજી પાસે તેમના ચરણોમાં આશરો માંગ્યો. હનુમાનજીને આ વાતની ખબર પડી ગઈ હતી કે, શનિદેવએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. આ હોવા છતાં, હનુમાનજીએ શનિદેવને સ્ત્રી રૂપે માફ કરી દીધા. આ પછી શનિદેવે પોતાનો પ્રકોપ હનુમાનજીના ભક્તો પરથી દૂર કર્યો.

મહાબલી હનુમાનજીનું આ મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના સારંગપુર ગામમાં આવેલું છે. આ પ્રાચીન હનુમાન મંદિરને “કષ્ટભંજન હનુમાન મંદિર” તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે કોઈ પણ ભક્તો આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા આવે છે અને ભક્તિ કરે છે, તેમના પરથી શનિદેવનો પ્રકોપ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે, શનિદેવ ક્યારેય હનુમાનજીના ભક્તોને મુશ્કેલીઓ આપતા નથી. આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરવા આવે છે હનુમાનજી અહીં ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments