જાણો 10 પાપ અને 10 પુણ્ય વિષે, જેને અનુસરવાથી તમારા જીવનમાં આવશે પરિવર્તન…

420

હિન્દુ ધર્મગ્રંથ વેદોનું સંક્ષિપ્ત ઉપનિષદ છે અને ઉપનિષદોનો સંક્ષિપ્ત ગીતા છે. પુરાણો, રામાયણ અને મહાભારત હિન્દુઓનો પ્રાચીન ઇતિહાસ છે, ધર્મગ્રંથ નહીં. વિદ્વાનો કહે છે કે જીવન ધર્મગ્રંથો પ્રમાણે જીવવું જોઈએ. ધર્મ પ્રમાણે દસ પુણ્યો છે અને દસ પાપો છે. આને જાણીને અને તેનું અનુસરણ કરવાથી કોઈપણ વ્યક્તિ તેના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

“ધૃતિ: ક્ષમા દામોસ્તેયમ્ શૌચમિન્દ્રિયનિગ્રહ:,
ધીર્વિધા સત્યમક્રોધો દશક ધર્મલક્ષણમ્.”

દસ પુણ્ય કર્મો :-

1. ધૃતી – દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી.

2. ક્ષમા- બદલો લેવો જોઈએ નહીં, ક્રોધનું કારણ હોય તો પણ ક્રોધ કરવો નહીં.

3. દમ – ક્યારેય જીદ કરવી જોઈએ નહીં.

4. અસ્તેય – બીજાની વસ્તુઓને લેવાનો વિચાર કરવો નહીં.

5. શૌચ – આહાર અને શરીર શુદ્ધ હોવું જોઈએ.

5. ઈન્દ્રિયનિગ્રહ – ઇન્દ્રિયોને ઇચ્છાઓમાં રુચિ ન રાખવા દો.

7. ધી – કોઈપણ વાતને સારી રીતે સમજવી. 8.વિદ્યા – ધર્મ, અર્થ, કાર્ય અને મુક્તિનું જ્ઞાન હોવું જોઈએ.

9. સત્ય – ખોટુ અને અહિતકારી શબ્દો બોલવા નહીં.

10. અક્રોધ- ક્ષમા પછી પણ કોઈ તમારું અપમાન કરે તો પણ ગુસ્સે થશો નહીં.

દસ પાપ કર્મો :- 

1. અન્ય લોકો પાસેથી પૈસા પડાવવા માટેની ઇચ્છા રાખવી.

2. નિષિદ્ધ કર્મ કરવા માટે પ્રયત્ન કરવો.

3. પોતાને જ શ્રેષ્ઠ માનવું.

4. કઠોર વચન બોલવા.

5. જૂઠું બોલવું.

6. નિંદા કરવી.

7. કારણ વગર બોલતા રહેવું (બકવાસ).

8. ચોરી કરવી.

9. તન, મન અને કર્મથી કોઈને દુઃખ આપવું.

10. પરાયી સ્ત્રી અથવા પુરુષ સાથે સબંધ બનાવો.

Previous articleજાણો કેમ નરક ચતુર્દશી (કાળી ચૌદશ) ઉજવવામાં આવે છે, અને તેની પૌરાણિક કથા શું છે
Next articleજાણો 900 વર્ષ જુના આ દેવી લક્ષ્મીના મંદિર વિષે, જેના માત્ર દર્શન કરવાથી જ બધી મનોકામના થાય છે પૂર્ણ.