તમે આજ સુધી ગામડાઓમા માટીના બનેલા મકાનો જોયા હશે. જે હવે ધીરે ધીરે ખંડેર મા ફેરવાઈ રહ્યા છે. આ કારણ છે કે લોકો આજકાલ સિમેન્ટ, મૌરાંગ, પથ્થર, રેતી અને લોખંડથી બનેલા ઘરો અને ઇમારતોમા રહેવાનુ પસંદ કરે છે. પછી ભલે તે ગામ હોય કે શહેર.
આપણે કાદવનો ઉપયોગ કરીને નાના મકાનો બનાવી શકીએ છીએ પરંતુ ઉચી ઇમારતો બનાવવાનુ વિચારવુ પણ મુશ્કેલ છે. અમે તમને જે સ્થાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે સ્થળે મોટી ઇમારતો પણ માટીથી બનેલી છે. ચાલો આપણે જાણીએ કે યમનનુ શિબમ શહેર તે સ્થળ છે જ્યા માટી દ્વારા ઇમારતો બાંધવામા આવી છે.
આ ઇમારતો અને મકાનોની વિશેષતા એ છે કે તેના ઉપર વરસાદ, તોફાન અને પવનની કોઈ અસર થતી નથી. રણનુ મેનહટન કહેવાતુ આ શહેર પોતાનામા અજોડ અને અદભૂત છે. ૧૫૩૦ મા એક ભયંકર પૂર આવ્યુ જેમાં આખું શહેર નાશ પામ્યુ હતુ. ત્યારબાદ આ ઇમારતો બનાવવામા આવી હતી.
આ શહેરમા ૫૦૦ થી વધુ ઇમારતો છે. જે ૫ થી ૧૧ માળ સુધીની છે. જણાવી દઈએ કે હવે આ શહેર રહેણાંક નથી પરંતુ અહીંના લોકો શહેરની સંભાળ લેવામા કોઈ કસર છોડતા નથી. વર્ષ ૨૦૦૮ મા આવેલા ભયંકર તોફાનને કારણે આ ઇમારતોને ઘણુ નુકસાન થયુ હતુ પરંતુ અહી રહેતા લોકોએ સમયસર સુધારણા કરી તેને સાચવ્યુ હતુ. માટીથી બનેલી આ ઉંચી ઇમારતોને વિશ્વની અજાયબીઓ પણ કહેવામા આવે છે. તમે આ શહેરની સુંદરતાનો અંદાજ લગાવી શકો છો કે જ્યારે આ ઇમારતો પર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તેમનો રંગ સુવર્ણ થઈ જાય છે.