ભારતમાં ઘણા કિલ્લાઓ છે જે સદીઓ જુના છે. તેમાંનો એક “જિંજી કિલ્લો” છે, જેને જીંજી કિલ્લા અથવા સેંજી કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુડુચેરીમાં સ્થિત આ કિલ્લો દક્ષિણ ભારતનો શ્રેષ્ઠ કિલ્લાઓમાંનો એક છે. આ કિલ્લો નવમી સદીમાં ચોલા રાજવંશો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાની સુંદરતા એ છે કે, તે સાત ટેકરીઓ પર બનાવવામાં આવ્યો છે, જેમાંથી કૃષ્ણગિરી, ચંદ્રગિરી અને રાજાગીરીની ટેકરીઓ પ્રખ્યાત છે. આ કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે છત્રપતિ શિવાજીએ તેને ભારતનો સૌથી ‘અભેદ્ય કિલ્લો’ કહ્યો. અંગ્રેજો આ કિલ્લાને ‘ઇસ્ટ ઓફ ટ્રોય’ કહેતા હતા.
ઉંચી દિવાલોથી ઘેરાયેલો આ કિલ્લો એવી વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવ્યો હતો કે, દુશ્મનો તેના પર આક્રમણ કરતા પહેલા વિચાર કરતા હતા. આ કિલ્લો પહાડો પર સ્થતિ હોવાથી રાજ દરબાર સુધી પહોંચતા બે કલાકનો સમય લાગે છે.
આ કિલ્લો લગભગ 11 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે, જેની દિવાલોની લંબાઇ લગભગ 13 કિલોમીટર છે. આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ રાજગિરિ છે, જેની ટોચ પર એક બહુમાળી કલ્યાણ મહેલ છે. આ સિવાય રાજગિરિ ટેકરીના તળિયે એક મહેલ, અનગર અને ટાંકી પણ છે.
ઘણા શાસકોએ આ કિલ્લા પર શાસન કર્યું છે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજથી લઈને મુગલો, કર્ણાટકના નવાબો, ફ્રેન્ચ અને બ્રિટિશરોના નિયંત્રણ હેઠળ હતો. 17 મી સદીમાં શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓ દ્વારા આ કિલ્લાનું પુન પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું.
હાલમાં, આ કિલ્લો તામિલનાડુ પર્યટન ક્ષેત્રમાં એક સૌથી રહસ્યમય સ્થાન છે, જ્યાં દર વર્ષે હજારો લોકો મુલાકાત માટે આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ કિલ્લો જાણીતો છે.