આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ૨૫૬ વર્ષની વય સુધી જીવ્યા છે. તેનુ નામ લી ચિંગ યુય છે. કેટલાક ઇતિહાસકારોનુ માનવુ છે કે તેનો જન્મ ૩ મે ૧૬૭૭ ના રોજ ચીનના કે જિયાંગ જિલ્લામા થયો હતો. કેટલાક એવો દાવો પણ કરે છે કે લી ચિંગનો જન્મ વર્ષ ૧૭૩૬ મા થયો હતો.
૧૯૨૮ મા ન્યૂયોર્ક ટાઇમ્સના એક પત્રકારે લખ્યુ છે કે લી ચિંગના પડોશમા રહેતા ઘણા વૃદ્ધ લોકોએ કહ્યુ હતુ કે તેમના દાદા જ્યારે બાળક હતા ત્યારે લી ચિંગ સાથે પરિચિત હતા. લી ચિંગની કેટલી ઉમર હશે તેના દ્વારા આનો અંદાજ લગાવી શકાય છે.
૧૯૩૦ મા તેણે ફરીથી ન્યુ યોર્ક ટાઇમ્સમા બીજો અહેવાલ પ્રકાશિત થયો જેમા એવુ લખ્યુ છે કે ચીનમા સ્થિત ચેંગ્ડુ યુનિવર્સિટીના પ્રોફેસર વુ ચુંગ-ચિએહને ૧૮૨૭ મા લી ચિંગની ૧૫૦ મી વર્ષગાંઠ અને ૧૮૭૭ મા તેની ૨૦૦ મી વર્ષની ઉજવણી કરી હતી.
વ્યવસાયે લિ ચિંગ ચાઇનીઝ હર્બલિસ્ટ, માર્શલ આર્ટિસ્ટ અને સલાહકાર હતા, અને કદાચ આ તે વસ્તુઓ હતી જેના કારણે તે લાંબા સમય સુધી અને સારી રીતે જીવીત રહ્યા હતા. માત્ર ૧૦ વર્ષની વયે લી ચિંગે હર્બલ દવાનો વ્યાપાર શરૂ કર્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે ૭૧ વર્ષની ઉંમરે પણ લી ચિંગને માર્શલ આર્ટ્સ ટ્રેનર તરીકે ચીની સેનામા શામેલ કરવામા આવ્યા હતા.
લોકો એમ પણ કહે છે કે લી ચિંગના જીવનકાળ દરમિયાન ૨૪ લગ્નો થયા હતા અને તેને ૨૦૦ થી વધુ બાળકો હતા.
તેમના લાંબા આયુષ્યના રહસ્ય વિશે એવુ કહેવામા આવે છે કે તે અનેક પ્રકારની ઔષધિઓનુ સેવન કરતા હતા. આ સાથે તે ચોખામાંથી બનાવેલ વાઇન પણ પિતા હતા.
તેમના જીવનના કેટલાક પાયાના મંત્રો હતા જે મુજબ તેવો પુરતી ઊંઘ લેતા હતા,. નિયમિત કસરત કરતા હતા, સંતુલિત આહાર લેતા હતા, અને હૃદયને શાંત રાખતા હતા. શરીર અને માનસિક શાંતિ એ તેમના લાંબા જીવનનુ રહસ્ય હતુ.