ખિસ્સામાં હતા માત્ર 103 રૂપિયા, પરંતુ આંખોમાં હતું એક સ્વપ્ન, આજે તે 3500 કરોડની કંપનીના છે માલિક…

271

આપણા જીવનમાં શિક્ષણ ખૂબ મહત્વનું છે, પરંતુ ફક્ત શાળાના શિક્ષણથી જ સફળતા મળી જશે એવું નથી હોતું. આજે અમે તમને એક એવા વ્યક્તિની કહાની વિષે જણાવીશું કે જેને ગરીબીના કારણે સારું શિક્ષણ પણ નહોતું મળ્યું અને વારસામાં પણ કઈ નહોતું મળ્યું. એક સાધારણ ઓરડામાં 23 સભ્યોના કુટુંબ સાથે તેમનો ઉછેર થયો હતો, પરંતુ આજે તે તેની કાબિલિયતના કારણે દેશના નામાંકિત વ્યક્તિઓની સૂચિમાં શામેલ છે.

ગુજરાતના અમરેલી જિલ્લાના ખૂબ જ ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા “ગોવિંદભાઇ ધોળકિયા”ના પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. પરિવારમાં કુલ ચાર ભાઈઓ અને બે બહેનો હતાં. ગરીબી એટલી ભયંકર હતી કે રોટલીના ટુકડા માટે રાહ જોવી પડતી હતી. ગામમાં જૂનાં મકાનમાં રહેતો આખો પરિવાર ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આ સંઘર્ષની આ શ્રેણી ઘણાં વર્ષો સુધી ચાલુ રહી, પરંતુ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે રોજગારી શોધવાનું શરૂ કર્યું.

આ સંદર્ભમાં, તેઓ સુરતમાં શહેરમાં આવ્યા અને એક હીરાના કારખાનામાં હીરા બનાવવાનું કામ શીખવાનું શરૂ કર્યું. અહીં તેમને કામ કરતા જે પણ રૂપિયા મળતા તેમાંથી માત્ર રહેવાનો અને ખાવાનો ખર્ચ જ નીકળતો હતો. આટલા ખરાબ સમયમાં પણ તેણે તેના મનોબળને દ્રઢ રાખ્યુ હતું.

છ મહિના સુધી કામ શીખ્યા બાદ તેને પહેલી નોકરી મળી પરંતુ તેનો પહેલો પગાર દર મહિને માત્ર 103 રૂપિયા હતો. આટલો ઓછો પગાર મળવા છતાં પણ તે પોતાનું ભરણપોષણ કરી તેના નાના ભાઈને પૈસા મોકલતા હતા અને પોતાની બચત પણ કરતા હતા. ઘણા વર્ષો સુધી, તેમણે અન્ય લોકો સાથે કામ કરવાનો અનુભવ મેળવ્યો અને આખરે તેણે પોતાની દુકાન ખોલવાનું વિચાર્યું.

12 માર્ચ 1970 ના રોજ તેમણે 5000 રૂપિયાની મૂડીથી એક કારખાનું શરૂ કર્યું. માત્ર 7 વર્ષમાં જ તેમની ફેક્ટરી ઝડપથી વિકસિત થઈ ગઈ. ગોવિંદભાઇ કહે છે કે, વર્ષ 1977 માં, તેઓ મુંબઈના ડી નવચંદ્ર કંપનીના શાંતિભાઇ અને નવનિભાઇ મહેતાને મળ્યા, જેને તેઓ તેમના ગોડફાધર માને છે, તેમણે જ તેમનો માર્ગ સરળ બનાવ્યો હતો. તેની સહાયથી જ ગોવિંદભાઇએ કોઈ દલાલ વિના પોતાનો ધંધો શરૂ કર્યો, જેના કારણે તેને ચાર મહિનામાં 9 લાખ રૂપિયાનો નફો થયો.

આ પછી ગોવિંદભાઇએ ક્યારેય પાછળ જોયું નથી. આજે તેમની કંપની “શ્રીરામ એક્સપોર્ટ્સ”નું વાર્ષિક 3500 કરોડનું ટર્નઓવર છે. તેમણે ન તો ઔપચારિક શિક્ષણ મેળવ્યું હતું કે ન કોઈ વસ્તુ વારસામાં મળી હતી તો પણ તેણે આટલું મોટું સામ્રાજ્ય પોતાની રીતે સ્થાપિત કર્યું છે. સફળતાની પરિભાષા આનાથી સારી બીજી શું હોઈ શકે.

Previous articleશા માટે વૈજ્ઞાનિકો હિમાલયમાં હિંગ ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે? જાણો એના વિશે.
Next articleપોલિયાના દર્દીઓએ જરૂર રસગુલ્લા ખાવા જોઈએ, જાણો રસગુલ્લાના ફાયદાઓ વિશે…